Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પ્રહલાદ પ્‍લોટના અંકુરભાઇ ઠક્કરની રેકી કરી તરઘડીની જમીનમાંથી હટી જવાનું કહી હુમલોઃ એક સકંજામાં

તરઘડીના રણજીત ચાવડાએ ચાર માણસો મોકલી હુમલો કરાવ્‍યાની ફરિયાદઃ પ્રહલાદ પ્‍લોટમાં બનેલા બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૩: પ્રહલાદ પ્‍લોટમાં રહેતાં અને બાપુના બાવલા પાસે જમીન મકાન લે-વેંચની ઓફિસ ધરાવતાં લોહાણા યુવાનની રેકી કરી તેની પાછળ પાછળ ચાર જણાએ આવી રસ્‍તામાં આંતરી તરઘડીની રણજીતભાઇની જમીનમાંથી હટી જજે તેમ કહી માર મારી પતાવી દેવાની ધમકી આપતાં અને મોબાઇલ ફોન તથા વાહનમાં નુકસાન કરતાં ફરિયાદ થઇ છે. આ ગુનામાં એક આરોપીને પોલીસે સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્‍લોટ શેરી નં. ૩૨માં રહેતાંઅને બાપુના બાવલા નજીક હરશિવ એસોસિએટ નામે ઓફિસ ધરાવતાંઅંકુરભાઇ અમૃતભાઇ ઠક્કર (લોહાણા) (ઉ.વ.૪૨)ની ફયિરાદ પરથી પડધરીના તરઘડી ગામના રણજીત ચાવડા તથા ચાર અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી એક આરોપીને પુછતાછ માટે ઉઠાવી લીધો છે. અંકુરભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે હું હરશિવ એસોસિએટ નામની ઓફિસમાં પંદર વર્ષથી બેસી જમીન મકાન લે-વેંચનું કામ કરુ છું. શનિવારે તા. ૧ના બપોરના બે વાગ્‍યાની આસપાસ હું મારી ઓફીસથી એક્‍ટીવા જીજે૦૩જે-૮૫૮૬ લઇ ઘરે જમવા માટે જતો હતો ત્‍યારે  પ્રહલાદ પ્‍લોટ મેઇન રોડ ઘર બસા કે દેખો શેરી ન.૨૬ના ખુણા આગળ પહોંચતા એક અજાણ્‍યા સ્‍કૂટર ચાલકે આવી મને આંતરી ઉભો રખાવ્‍યો હતો અને તમને બહુ હવા છે તેમ કહેતાં મે તેને તમે કોણ હુ તમને ઓળખતો નથી તેમ કહ્યું હતું.

આથી એ શખ્‍સે તરઘડીની રણજીતભાઇની જમીનમાં તમે બહુ રસ લ્‍યો છો તેમ કહ્યું હતું. જેથી મેં કહેલ અમારે આ જમીન બાબતે ના કલેક્‍ટર પ્રાંતમા નોંધ રદ કરાવવાની મેટર ચાલુ છે તથા પડધરી કોર્ટમા બોગસ દસ્‍ત લેજ રદ કરવા બાબતનો દાવો ચાલુ છે તમે કોણ? તેમ વાત કરતા આ માણસે મને એક જાપટ મારી દીધેલ અને તરત એક બીજો અજાણ્‍યો માણસ એક્‍ટીવા લઈને ઉભી ગયેલો અને નીચે ઉતરી મને કહેવા લાગેલ કે આને છોડવો નથી. તેમ કહી એકટીવામાંથી લોખડનો પાઇપ કાઢી મને બંને પગના ભાગે ચાર ઘા મારી દીધેલ હતા અને તેની સાથે રહેલા બીજા માણસે મને ઢીકાપાટુનો માર માર્યો હતો.

થોડી વાર બાદ એક માણસ મોઢા પર રૂમાલ બાંધી આવ્‍યો હતો  બાજુની દુકાનમાં જે સફાઇ કરવા માટેની જે લાકડીઓ હોય તે લાકડી લઈ મને મારવા લાગેલ અને આ લાક ડીથી મારા પેન્‍ટના પાછળના ખીચામા રહેલો મારો સેમસગ કંપનીનો ફોન તૂટી ગયો હતો. ચોથા શખ્‍સે અમને રણજીતભાઇએ મોકલેલ છે અને તારે તરઘડી જમીન મેટરમાંથી નીકળી જવાનુ છે તેમ કહી ગાળો આપી કહેલું કે આ તો ખાલી ટ્રેલર છે અને બાકી ત્‍યા તર ઘડી પગ મુકયો તો જાનથી મારી નાખીશુ આ જમીન રણજીતભાઇના બાપદાદાની હતી. તેમકહીમારા એક્‍ટીવામાં પણ તોડફોડ કરી હતી અને મને મારી નાંખવાની ધમકી આપી હતી.

 અમારે જે જમીન બાબતે તરઘડીના રણજીતભાઇ ચાવડાને આ જમીનમા અમો કુલ મુખત્‍યાર (પાવર ઓફ પેટન) અમારા નામે હોય અને આ તરઘડીનો જમીનનો વહીવટી અમો કરતા હોય અને અમારે આ કેસ નો ચુકાદો અમારા તરફેણમા આવે તેમ હોય અને અમારી આ જમીન બળજબરીથી પાછી મેળવવા માટે આ સામેવાળા રણજીતભાઇ ચાવડાએ જમીનમાંથી હટી જવા માટે અજાણ્‍યા માણસો મોકલી અમારી રેકી કરી રેકીકરી પાછળ પાછળ આવી હુમલો કરાવી ધમકી આપી હતી. તેમ વધુમાંઅંકુરભાઇએ જણાવતાં એએસઆઇ આર. આર. સોલંકીએ ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(3:38 pm IST)