Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઉમિયાધામ સિદસર દ્વારા રાજકોટમાં ૧૧૧૧ કળશ પૂજન સાથે ‘માં ઉમા કળશ' યોજનાનો પ્રારંભ

માં ઉમા કળશ યોજનાનો રાજકોટમાં કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્‍ડમાં પૂજનવિધી...૧૧૦૦૦ કળશનું વિતરણ થશે : સાતમા અને આઠમાં નોરતે વિવિધ વિસ્‍તારોના પાટીદારો- દાતાઓ કળશ પૂજનમાં સામેલઃ ‘મા કળશ યોજના' પાટીદાર ઉત્‍કર્ષની યોજના સેવાયજ્ઞમાં આહુતી આપવા જગદિશભાઈ કોટડીયાની અપીલ

રાજકોટઃ પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્‍યમાં  ઉમિયાધામના માઘ્‍યમથી સોરાષ્‍ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે સિદસર ખાતે થી પ્રારંભ કર્યા બાદ રાજકોટ શહેરના પ્રથમ તબકકાના ૧૧૦૦૦ કળશ પૈકી ૧૧૧૧ કળશ પૂજનનો કાર્યક્રમ કલબ યુવી નવરાત્રી ગા્રઉન્‍ડમાં સાતમા નોરતે રાજકોટના વોર્ડ નં. ૯, ૧૦ અને ૧ર તથા આઠમાં નોરતે સોમવારે સવારે વોર્ડ નં. ૮ અને ૧૧ના પાટીદાર દાતાશ્રીઓની ઉપસ્‍થિતીમાં યોજાયો હતો.

ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ તથા કળશ યોજનાના કન્‍વીનર જગદીશભાઈ કોટડીયા એ જણાવ્‍યુ છે કે પાટીદાર સમાજમાં સંપ, એકતા, ભાઈચારા થકી સમાજ વિકાસનો શંખનાદ ફુંકવા તથા સંગઠનની શકિત અને ઉમાભકિત થકી સમાજ ઉત્‍કર્ષના કાર્ય માટે મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરાયો છે.  ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા સમાજની પાયાની જરૂરીયાતના અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સમાજ ઉત્‍કર્ષની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સમાજના શ્રેષ્‍ઠીઓ મોટા દાતાઓની જેમ સમાજના તમામ પરિવારો જોડાઈ શકે અને પોતાનું ફુલ પાંખડી રૂપ યોગદાન આપી શકે તેવા શુભ આશયથી પાટીદાર પરિવારના તમામ પરિવારો માટે માં ઉમા કળશ યોજનાનો શુભારંભ કરેલ છે. દાતાઓના આર્થિક યોગદાન અને કાર્યકર્તાઓના શ્રમદાન થકી ઉમિયાધામ સિદસર તિર્થધામની સાથે પર્યટન ધામ બની રહે તેમજ પાટીદાર સમાજ અને ઉમિયાધામ સિદસર આત્‍મર્નિર્ભર બને તે દિશામાં આ યોજના અમલી બનાવાય છે.

આગામી ૧ વર્ષમાં સોરાષ્‍ટ્રભરના ર લાખ પરિવાર સુધી તબકકાવાર ‘માં ઉમા કળશ યોજના' જે તે જી૯લા, તાલુકા, ગ્રામ્‍ય ઉમિયા પરિવાર સંગઠન સમિતિના માઘ્‍યમથી પહોંચશે. જેના ભાગરૂપે ઉમિયાધામ સિદસરની કળશ યોજનાની કામગીરી રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ, ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ, તથા ઉમિયા પરિવાર યુવા સંગઠન સમિતિને સોંપવામાં આવી છે. રાજકોટ શહેર સંગઠન દ્રારા રાજકોટના મહાનગરપાલીકાના તમામ વોર્ડમાં સંગઠન સમિતિના કાર્યકરો દ્વારા પાટીદાર પરિવારો સાથે સંપર્ક કરી આ યોજનાનું મહત્‍વ સમજાવી કુલ નહી તો ફુલની પાંખડી રૂપે પરિવારના સભ્‍યો દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપીયાથી લઈ યથાશકિત રકમનું યોગદાન આપવા પ્રેરીત કરાયા હતા. તેમજ યોજનામાં સહભાગી થયેલા પાટીદાર પરિવારોને સામહુીક રીતે કળશ પૂજન થાય તે માટેના નિમંત્રણ અપાયા હતા.

સમાજ ઉત્‍કર્ષના ભગીરથ કાર્ય માટે સમાજનો મઘ્‍યમ વર્ગીય પરિવાર પણ મા ઉમિયાના ચરણોમાં ‘તારૂ તુજને અર્પણ'ના ભાવ સાથે મા ઉમા કળશ યોજના અંતર્ગત મા પધાર્યા મારે ઘેરના ભાવ સાથે પાટીદાર પરિવાર પોતાના ઘેર કળશનું સ્‍થાપન કરે તે માટે ૧પ૦ કુટ રીંગ રોડ પર આયોજીત ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં તા. ર ઓકટો. રવિવારના રોજ વોર્ડ નં. ૯,૧૦ તથા ૧ર અને સોમવાર તા. ૩ ઓકટો. ના રોજ વોર્ડ નં. ૮ અને ૧૧ મળી કુલ પાંચ વોર્ડના પ્રથમ તબકકાના ૧૧૦૦૦ કળશ પૈકી ૧૧૧૧ કળશનું પૂજન બ્રાહમણો દ્રારા શાસ્‍ત્રોકત મંત્રોચ્‍ચાર સાથે થયુ હતુ તેમ ઉમિયાધામ સિદસરના સી.ઈ.ઓ. કે.એમ. ભુવા એ જણાવ્‍યુ હતુ.

ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ, ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ, તથા ઉમિયા પરિવાર યુવા સંગઠન સમિતિના હોદેદારો તથા કાર્યકરો તેમજ વોર્ડ નં. ૮,૯,૧૦,૧૧,૧ર ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કાર્યકરોએ એ કળશ યોજનાને રાજકોટના તમામ વોર્ડમાં રહેતા પાટીદાર પરિવાર સુધી માહીતી અને ફોર્મ પહોંચાડવાની કામગીરી તેમજ કળશ યોજનાની સમજણ આપી પરિવારને સામેલ કરવાની ભૂમીકા અદા કરી હતી.

(3:44 pm IST)