Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સંસ્‍કૃતિ-ભકિત સંસ્‍કારનો સમન્‍વય એટલે સહિયરઃ ગાંધી જયંતિએ દેશભકિતના રંગે રંગાયું

હા મેં હનુમાન હું...દેશ મેરા રામ હૈ... સીના ચિર કર દેખલો... : મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા એ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી દેશ વંદના કરી

રાજકોટઃ દિન પ્રતિદીન જેની રાહ જોતા હતા એ નોરતાના દિવસ સાત જતા રહ્યા પણ રોજ રાત પડે ને દિ ઉગે તેવી રંગત જમાવતા ખેલૈયાઓ નોરતાને સહિયર કલબમાં યાદગાર બનાવી રહ્યા છે, હૈયે હૈયું દળાય તેવા પ્રેક્ષકો તથા ખેલૈયાઓ તથા ડેઇલી પાસ ધારકોનો ધમધમતો પ્રવાહ શનિવાર-રવિવારની રાત્રીએ સહિયર તરફ આકર્ષિત થયો હતો. તમામ મહેમાનોને અગવળતા ન પડે તે માટે દુરંદેશી રાખી સહિયરના પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા એ ગ્રાઉન્‍ડ મોટુ કરી આપતા ખેલૈયાઓને મોકળાશથી રમી રહ્યા હતા.

સહિયરના સુપ્રસિધ્‍ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્‍યાર, સાગરદાન ગઢવી, ઉર્વી પુરોહિતે પોતાના ગમતીલા કલેકશન સાથે ખેલૈયાઓને મોજ કરાવી હતી. બને દિવસ રીધમ એકશન પર વેરાઇટી આપતા હિતેષ ઢાકેચા અને કલાકારો દ્વારા રીધમ એકશન પર માટલા-મટુડી-ટેબલ-કોરા બોક્ષ-નગારૂ વગાડી અલગ-અલગ પેટર્ન પર પ્રેક્ષકોનો મંત્રમુગ્‍ધ કર્યા હતા.

જીલ એન્‍ટરટેમેન્‍ટ સંગીત ગ્રુપ અને પેરેમાઉન્‍ટ સાઉન્‍ડની જમાવટથી સહિયરના ખેલૈયાઓ સાથે જમાવટ થઇ હતી.

ગાંધી જયંતિ નિમિતે ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા એ ઉપસ્‍થિત રહી વિશેષ શુભકામના પાઠવી હતી. રાસોત્‍સવ અંતે વંદેતમારમ્‌ ગાન સમયે ગુજરાતના પર્યટન મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સહિયર પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા, સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાષ્‍ટ્રભકિત કરી રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો. હા મે હનુમાન હું...દેશ મેરા રામ હે, સીના ચિરકર દેખલો...દિલમેં હિન્‍દુસ્‍તાન હૈ જેવી જાનદાર શબ્‍દ રચના સાથે દેશભકિતનું વાતાવરણ જીવંત બન્‍યું હતું.

સાતમા નોરતે વિજેતાઓમાં સિનીયર્સ (૧) વનરાજસિંહ ઝાલા (ર) હર્ષિલ વાઘેલા (૩) માસુમ મીર (૪) રાહીલ રાહીમા (પ) ધવલ ડોડીયા (૬) મોહિત તલસાણિયા વેલ ડ્રેસઃ નયન વાઘેલા તથા (૧) કૃતિ વ્‍યાસ (ર) અવની રાજકબીર (૩) ધૃવિ ઢોલરીયા (૪) ઝલક પારેખ (પ) અમૃતા મહેતા (૬) કિંજલ સાદરીયા વેલ ડ્રેસઃ ડેનીશ રામાણી, જુનીયર્સ (૧) રૂદ્ર અગ્રાવત (ર) રીયાંશ મજીઠીયા વેલ ડ્રેસઃ કૃનાલ રાજપૂત તથા (૧) ક્રિષ્‍ના વાછાણી (ર) જેનીશા ચૌહાણ વેલ ડ્રેસઃ મહેક પુજાણી તેમજ બેસ્‍ટ માલધારી ગ્રુપ-દેવ ગ્રુપ-રાધે ગ્રુપો વિજેતા કરાયા હતા.

વિજેતાઓને સહિયર ના મહેમાનો...ગરબાકિંગ રાહુલભાઇ મહેતા પરિવાર, લોક ગાયક સાગરદાન ગઢવી પરિવાર, પાર્શ્‍વ ગાયીકા ઉર્વીબેન પુરોહિત, ગુજરાતના શ્રેષ્‍ઠ ડ્રમર હિતેષભાઇ ઢાકેચા પરિવાર, શ્રેષ્‍ઠ સાઉન્‍ડ સંચાલક સુનિલભાઇ પટેલ (પેરેમાઉન્‍ટ), કી બોર્ડ પ્‍લેયર રવિભાઇ ઢાકેચા, વિજય બારોટ, બેન્‍જો પ્‍લેયર સાગર માંડીલયા, ગીટારીસ્‍ટ રવિ ભટ્ટ, એડવોકેટ નલીનભાઇ શુકલ, શ્રીમતી ગીતાબેન, કોંગ્રેસ અગ્રણી આદિત્‍યસિંહ ગોહિલ, પી.એસ.આઇ. પી. ડી. ઝાલા, પ્રદ્યુમનસિંહ જાડેજા, નિલેષભાઇ રબારી, હિતેશભાઇ, કેતનભાઇ વાછાણી, નિરવભાઇ રાયચુરા, જયોત ઓકીનાવા ઇ-બાઇકના વિક્રેતા હાર્દિકભાઇ રાઠોડ, સ્‍મૃતિબેન તથા પરિવાર બાબુભાઇ બાબુતર, સતાભાઇ ગમારા, જેસલભાઇ ભગત, રાહુલભાઇ મેવાડા, પદુભા જાડેજા, કિર્તીસિંહ જાડેજા, ટીનુંભા જાડેજા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, હેમેન્‍દ્રસિંહ વાઢીયા, યોગીરાજસિંહ જાડેજા, વિપુલભાઇ તથા આશિષભાઇ સોનીના હસ્‍તે ઇનામો અર્પણ થયા હતા.

સહિયર રાસોત્‍સવને સફળ બનાવવા આયોજકો પ્રેસીડેન્‍ટઃ શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડઃ શ્રી ક્રિષ્‍નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડન્‍ટઃ શ્રી ચંદુભા પરમાર, સેક્રેટરીઃ શ્રી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટરઃ શ્રી યશપાલસિંહ જાડેજા, કન્‍વીનરઃ શ્રી જયદીપભાઇ રાણુકા, ટ્રાઝરરઃ શ્રી વિજયસિંહઝાલા, વાઇસ સેક્રેટરીઃ શ્રી પ્રકાશભાઇ કણસાગરા, કલચરલ ઓર્ડીનેટરઃ શ્રી સમ્રાટ ઉદાશી, સહ કન્‍વીનરઃ શ્રી ધૈર્ય પારેખ તેમજ ઓર્ગેનાઇઝર ટીમના દિલીપભાઇ લુણાગરીયા (કોર્પોરેટરશ્રી વોર્ડ નં. પ), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકીમ મહેતા (શ્રી સાંઇ એન્‍ટરપ્રાઇઝ), રવિરાજસિંહ જાડેજા (આર. કે. સિકયુરીટી), ધર્મેશભાઇ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવિરસિંહ ઝાલા (યોગી હોટલ-લીંબડી), જગદીશભાઇ દેશાઇ, કરણભાઇ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિશેકભાઇ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઇ રૂપાણી (આર. ડી.) નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડાસરા (જા. ડી. ગોલ્‍ડ), શૈલેષભાઇ ખખ્‍ખર (એસ. કા.) ગુંજન પટાલ, એહમદ સાંદ, યુવરાજીસંહ ચુડાસમા, કૃણાલભાઇ મતિણયાર (વોઇસ ઓફ ડા), હિરાનભાઇ ચંદારાણા (સાગર પેન એજન્‍સી), નિલેશભાઇ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરાશભાઇ બોદરા (સિલ્‍વર કોઇન પ્રા. લી.), ભરતભાઇ વ્‍યાસ (રોટલા એકસ્‍પ્રાસ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઇ ડોડીયા (શીવમ ફેબ્રીકેશન), સુનીલ પટાલ (પેરામાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઇ જટાણીયા, શૈલેષભાઇ પંડયા (આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઇ નથવાણી (શ્રી સોસીંગ) જહેમત ઉઠાવી રહ્યા છે.  

(3:46 pm IST)