Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પત્‍નીને વચગાળાનું રપ હજારનું ભરણ પોષણ ચુકવવા પતિને અદાલતનો આદેશ

રાજકોટ તા.૩ : પત્‍નીને કેસ ચાલે તે સમય દરમિયાન વચગાળાના માસીક રૂા.રપ૦૦૦ ભરણ પોષણ ચુકવવાનો પતિને અદાલતે આદેશ કર્યો હતો.

અહીંના લક્ષ્મી રેસીડેન્‍સી, ૧પ૦ ફૂટ રીંગ રોડ પર રહેતી પરણીતા અમીબેનના લગ્ન પુના (મહારાષ્‍ટ્ર) ખાતે રહેતા ગોપાલભાઇ જગદીશભાઇ સાગલાણી સાથે સને ર૦૧૯ની સાલમાં થયેલ હતા, લગ્નબાદ પરણીતા પોતાના સાસરે રહેવા ગયેલ હતી અને ત્‍યારબાદ પતી પત્‍ની વચ્‍ચે અણબનાવ થતાં પરણીતા પતિથી અલગ રહેવા મજબુર બનેલ હતી અને પોતાના માવતરે રાજકોટ ખાતે પરત ફરેલ હતી અને તેની પાસે આવકનું કોઇ સાધન ન હોઇ તેણે રાજકોટની ફેમીલી કોર્ટમાં પોતાના પતિ પાસેથી ભરણ પોષણની માંગ કરતી અરજી તા.ર૭-૧-રરના રોજ પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે દાખલ કરેલ હતી.

આ પછી વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ પર આવતા પરણીતાના વકીલશ્રી અંતાણીએ દલીલો રજુ કરલ અને પતીને પુરતી આવક હોઇ પતી ભરણ પોષણ ચુકવવા જવાબદાર બનતો હોવાની રજુઆત કોર્ટમાં કરેલ હતી. પરિણીતાના વકીલની આ તમામ દલીલોથી સહમત થઇ અદાલતે કેસ ચાલે તે સમયે દરમિયાન પરણીતાને માસીક રપ૦૦૦ (પચ્‍ચીસ હજાર) પતિએ વચગાળામાં ભરણ પોષણના ચુકવવા તેવો આદેશ પતિને કરેલ છે અને આ રકમ અરજીની દાખલ તારીખથી એટલે કે તા.ર૭-૧-રરથી પતિએ ચુકવવો તેવો પતિને હુકમ ફરમાવેલ હતો જે હુકમ મુજબ પરણિતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂા.ર,૦૦,૦૦૦ બે લાખ પુરા વસુલવા હકકદાર બનેલ છે. જેથી પરણીતાએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં પરણીતા અમીબેન વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદિપ કે. અંતાણી તથા સમીમબેન એમ. કુરેશી રોકાયેલ છે.

(4:19 pm IST)