Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માડી તારા રૂપ ઘણા, નામ તો હજાર છે... જગમાં તારો મહિમા મોટો, તુ તો તારણહાર છે

રાજકોટ : આદ્યશકિતની ભકિત કરવાનું પર્વ આસો નવરાત્રી પાヘત્‍ય સંસ્‍કૃતિક સામે ભારતીય સંસ્‍કૃતિની દિવ્‍ય જયોત પ્રાચીન ગરબી મંગળે પ્રગટાવી છે. એક તરફે અર્વાચીન રાસમાં યુવાનો ઝુમતા હોય છે, તો પ્રાચીન ગરબી મંડળની બાળાઓ અવનવા તાલે માતાજીના ગરબા ગાઈ અને માતાજીની સ્‍તુતિ કરી અને રાસની રમઝટ બોલાવે છે. પ્રાચીન ગરબી મંડળમાં બાળાઓ માતાજીને વિનવે છે કે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા... દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ આપો... મામ્‍પાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો.... શ્રી ચિત્રકૂટ ગરબી મંડળ : શહેરના કિશાનપરા ચોકમાં છેલ્લા ૩૭ વર્ષથી શ્રી ચિત્રકૂટ ગરબી મંડળની બાળાઓ દ્વારા આસો નવરાત્રીની ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓના રાસ માળી તારા અઘોર નગારા વાગે, શિવાજીનું હાલરડું, દાંડીયા રાસ, ટિપ્‍પણી રાસ, હિંડોળા રાસ, બેડા રાસ સહિતના રાસે ભારે આકર્ષણ જમાવ્‍યુ છે. ગરબી મંડળમાં ચંદ્રેશભાઈ ભગતાણી, મહેશભાઈ ત્રિવેદી, ભગીરથભાઈ ગઢવી, રામભાઈ, ભગવતદાન ગઢવી સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા રાજુભાઈ મુંધવા, મુનાભાઈ ગોંડલીયા, યોગેશભાઈ, જયેશભાઈ જોષી, રવિન્‍દ્રસિંહ જાડેજા સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:22 pm IST)