Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે રે...

રાજકોટ : નવરાત્રી પર્વમાં શહેરના કોટેચા ચોક ખાતે આવેલ શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૩ વર્ષથી ખુબ ભકિતભાવ પૂર્વક આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. ગરબી મંડળમાં નરસંગભા ગઢવી, રમેશભાઈ વ્‍યાસ, કિર્તીબેન, પ્રકાશભાઈ મકવાણા, પિયુષભાઈ રાઠોડ, નિરજભાઈ ભટ્ટ, રમેશભાઈ વ્‍યાસ સેવા આપે છે, તો ગરબી મંડળના આયોજનને યાદગાર બનાવવા કાનાભાઈ ચૌહાણ, હરીભાઈ મંડ, દીગુભા જાડેજા, રઘુભાઈ બોરીયા, દિલીપભાઈ દેવમુરારી, દિલીપભાઈ પાઠક સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:23 pm IST)