Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મેંદરડાના આંબાળામાં દાઝી જતા જયોત્‍સનાબેનનું મોત

મહિલાએ રાજકોટની હોસ્‍પિટલમાં દામ તોડયો

રાજકોટ તા. ૩ : મેંદરડા તાલુકાના આંબાળા ગામમાં દાઝી જતા મહિલાનું રાજકોટની સિવીલ હોસ્‍પીટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ આંબાળાગમમાં રહેતા જયોત્‍સનાબેન યોગેશભાઇ ત્રાપસીયા (ઉ.૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્‍યારે ચુલામાં કેરોસીન નાખતા ભડકો થતા તેણે પહેરેલ કપડાને ઝાળ અડી જતા દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા.ત્‍યા તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું મૃતક જયોત્‍સનાબેનને સંતાનમાં એક પુત્ર છે આ બનાવ અંગે મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)