Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

હિરાસર એરપોર્ટના કામે જેટ ગતિ પકડીઃ ૪૦% રન-વે પૂરો...

બાઉન્ડ્રી વોલ પણ બનવાના આરેઃ આજે બપોરથી કલેકટર દ્વારા તમામ અધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ

રાજકોટ તા. ર :.. રાજકોટ થી ર૦ કિ. મી. દૂર અમદાવાદ હાઇવે ઉપર હિરાસર ગામ નજીક બનનારા અદ્યતન ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર એરપોર્ટના કામે જેટ ગતિ પકડી હોવાનું અને કામગીરી ધમધોકાર ચાલી રહ્યાનું અધિકારીઓએ ઉમેર્યુ હતું.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, આ બાબતે આજે બપોરે ૧રાા વાગ્યાથી કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને સીટી પ્રાંત-ર, એરપોર્ટ અધિકારીઓ તથા અન્ય તમામ અધિકારીઓ - કોન્ટ્રાકટર કંપની દિલીપ બીલ્ડકોનના શ્રી સંતોષ યાદવ વિગેરેની ખાસ રિવ્યુ મીટીંગ બોલાવી છે, જેમાં એરપોર્ટ કામગીરીમાં કોઇ મુશ્કેલી હોય તો તે હલ કરવા અને કામગીરી કેટલે પહોંચી તે બાબતે રિવ્યુ લેવાશે.

દરમિયાન અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, એરપોર્ટના કામે જેટ ગતિ પકડી છે, બાઉન્ડ્રી વોલ પુરી થવા આવી છે, અને ૪૦ ટકા રન-વે પણ બની ગયો છે, તમામ બિલ્ડીંગ - કોમર્શીયલ બિલ્ડીંગ - સ્ટાફ કવાર્ટસ, સહિતના અન્ય બાંધકામોના પ્લાન દિલ્હી એરપોર્ટ ઓથોરીટીને મોકલી દેવાયા છે, અમુક ધડાધડ મંજૂર થયા છે, ર૦રર સુધીમાં તમામ કામગીરી પુર્ણ કરી લેવાશે. તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(2:50 pm IST)