Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નીટ-જેઇઇના પરીણામમાં ખાનગી શાળાઓના કંગાળ દેખાવ

શ્રેષ્ઠ પરીણામ દ્વારા રાજકોટને એજયુકેશન હબ તરીકે ઓળખ આપનારી સંસ્થાઓના બેહાલ : રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે ફરી પુનરાવર્તન : શિક્ષણ ઉદ્યોગ માટે ટયુશન કલાસીસ માટે ઉજળા સંજોગોઃ વાલીઓ પણ ચિંતીત

રાજકોટ, તા., રઃ સૌરાષ્ટ્ર જ નહી એક સમયે સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧રના શ્રેષ્ઠ પરીણામ દ્વારા એજયુકેશનલ હબ તરીકે રાજકોટ શહેર ઉભર્યુ હતું. રાજકોટ શહેરને એજયુકેશન હબ બનાવવામાં સ્વનિર્ભર શાળાઓ અને તેનું સર્વોતમ પરીણામ મુખ્ય પરિબળ  છે. પરંતુ છેલ્લે રાષ્ટ્રીય કક્ષાની નીટ અને જેઇઇની પરીક્ષાનું પ્રતિવર્ષ નબળુ પરીણામ એમાય આ વર્ષ નીટનું પરીણામ ઉંચુ આવ્યું છતા રાજકોટની ખાનગી શાળાઓનું પરીણામ પ્રમાણમાં નીચુ આવતા સૌ શિક્ષણકારો માટે ચિંતનનો સમય આવ્યો છે.

અગાઉ ગુજરાતની મેડીકલ કોલેજોમાં રાજકોટની ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ નજરે ચડતી પરંતુ જયારથી નીટ અને ઇજનેરી ક્ષેત્રની જેઇઇ પ્રવેશ પરીક્ષા આવતા ક્રમશ સંખ્યા ઘટતી રહી છે.

દોઢ બે દાયકા પુર્વે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા કથળી. છાત્રોનું પરીણામ ન આવતા વિદ્યાર્થીઓ વાલીઓએ ટયુશન કલાસીસ ઉપર નજર દોડાવી હતી. ટયુશન કલાસનું ઉંચુ પરીણામ આવતા ટયુશન કલાસીસના સંચાલકોએ ખાનગી શાળાઓ શરૂ કરી. પ્રારંભિક નિયમીત શિક્ષણ ધો.૧૦-૧રનું ઉંચુ પરીણામ વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થતા ખાનગી શાળાનો વ્યવસાય ધમધોકાર ચાલ્યો એટલો ચાલ્યો કે પૈસો પૈસાને ખેંચે તે સિધ્ધાંતે અન્ય વ્યવસાયમાં જોડાયા પરીણામે શાળાનો વ્યવસાય બીજા ક્રમે આવ્યો.

શાળાઓના નબળા પરીણામ માટે કાયમી શિક્ષકોને બદલે કલાક ઉપર કામકાજ, લાયકાત તજજ્ઞ શિક્ષકોને બદલે  પ્રવાસી શિક્ષકો નીટ અને જેઇઇના નિષ્ણાંત શિક્ષકોનો અભાવ વિદ્યાર્થીઓ પાસે ફલોઅપ વર્ક અન્ય રેફરન્સ બુક ઓછી. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને ન્યાય આપવાને બદલે ફી અંકે કરવા વધુ સંખ્યા ભરવી. હોશીયાર વિદ્યાર્થીઓને અલગ તારવીને તેમના ઉપર જ ધ્યાન આપવુ. શાળા સંચાલકોની ગેરહાજરી  સહીત અનેક પરીબળો નબળા પરીણામ માટે જવાબદાર છે.નીટ અને જેઇઇના નબળા પરિણામથી ખાનગી શાળાઓના સંચાલકો પણ હવે વિચારતા થઇ ગયા છે. અસ્તીત્વ ટકાવવા ગુણવતા યુકત શિક્ષણ અને કાયમી તેમજ તજજ્ઞ શિક્ષકોની મદદ લેવા કટીબદ્ધ થયા છે.નીટ અને જેઇઇના ખાનગી શાળાઓના નબળા પરિણામથી ફરી ટયુશન કલાસીસ તરફ રીતસરની દૌડ લાગી છે.

રાજકોટની કેટલીક ખાનગી શાળઓ હવે 'ડમી' વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને 'ફી' અંકે કરી રહી છે વાસ્તવમાં આ પધ્ધતિ તેમના અસ્તીત્વને સરકારી અને ગ્રાન્ટેડ શાળા જેવા બેહાલ કરે તો નવાઇ નહી તેમ જાણકાર વર્તુળો જણાવે છે.

ખાનગી શાળાઓનું નીટ અને જેઇઇના ઉતરોતર નબળા પરિણામથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ હવે ટયુશન કલાસીસ ઉપર નજર દોડાવી રહ્યા છે. સાયન્સક્ષેત્રે ટયુશન કલાસીસમાં છેલ્લા ત્રણ વર્ષમાં સંખ્યા ખુબ વધી હોવાનું જાણવા મળે છે.

ખાનગી શાળાઓની નફાખોરી : કાયમી નહીં કલાકના વેતન ઉપર કામ કરતાં પ્રવાસી શિક્ષકો

જવાબદારીનો ઉલાળિયો : કવોલીટીને બદલે કવોન્ટીટી ઉપર શિક્ષકની નજર

રાજકોટ : નીટ અને જેઈઈની પરીક્ષામાં ઉત્તરોત્તર્ કંગાળ પરિણામનું ઠીકરૃં હવે ખાનગી શાળાઓ પર ફૂટી રહ્યું છે. આ વર્ષે કોરોના કાળમા નીટનું પ્રશ્નપત્ર અન્ય પરીક્ષાની સરખામણીમાં  સહેલું નીકળ્યું હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓનું પરિણામ નબળુ આવ્યું છે. તેમા ંથી નીટમાં ૬૦૦ ગુણ મેળવવામાં કેટલીક નામાંકીત શાળાઓ તો બે આંકડામાં પહોંચી નથી તો કેટલીક શાળાઓ ૨૦ની સંખ્યામાં પાર કરી શકી નથી. વાલીઓ પણ હવે નબળા પરિણામ અંગે વિચારતા થયા છે. ખાનગી શાળાઓની નફાખોરી પણ નબળા પરિણામ માટ

ે કારણ બની હોવાની ચર્ચા છે ત્યારે ખાનગી શાળાઓના તજજ્ઞ અનુભવી વિષય નિષ્ણાંત શિક્ષકોને કાયમી નિમણૂકને બદલે કલાક ઉપર મહેનતાણે રાખે છે. આ પદ્ઘતિમાં શિક્ષકો તેના વિદ્યાર્થીઓ એ કેટલું ગ્રહણ કર્યુ તેને બદલે તેના કામના કેટલા કલાક થયા તેના ઉપર વધુ ધ્યાન હોય છે. જેમ કાયમી શિક્ષકોને જે શાળા અને વિદ્યાર્થીઓ સાથે લગાવ અને આત્મીયતા અને પોતાનું હોય તે પ્રવાસી છૂટક કામ કરનાર શિક્ષકો ને ન હોય તે સ્વાભાવિક છે.  કેટલીક ખાનગી શાળાઓમાં તો દર વર્ષે કે ચાલુ વર્ષે જ શિક્ષકો બદલી જતા હોય ત્યારે તેની સીધી અસર શિક્ષણ અને પરિણામ ઉપર પડે છે.

શિક્ષણને બદલે અન્ય પ્રવૃત્તિમાં ગળાડૂબ ખાનગી શાળા સંચાલકો

રાજકોટ : કહેવાય છે કે શ્રેષ્ઠ શાળા તેને ગણી શકાય કે જયાં સંચાલક વધુ સમય આપે શિક્ષણ કાર્યને જ પ્રાધાન્ય આપે, પરંતુ હાલ ટૂંકાગાળામાં પૈસાદારની હરોળમાં આવી ગયેલા ખાનગી શાળાઓના સંચાલકો હવે શિક્ષણને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ થયા છે. જેની સીધી અસર છાત્રોના ભણતર અને પરિણામો પર પડી છે. રાજકોટના કેટલાક ખાનગી શાળાઓના સંચાલકોને શિક્ષણને બદલે મોટીવેશનલ, સ્પીકર, સમાજ સુધારક, ધાર્મિક, રિયલ એસ્ટેટ, રાજકીય તેમજ સામાજિક અને જ્ઞાતિના કામમાં અગ્રેસર રહે છે.

ગુણવત્તાના  ભોગે પૈસા બચાવવાનો ખતરનાક ખેલ

એક શિક્ષક ભણાવે, બીજા શિક્ષક પ્રશ્નપત્ર કાઢે, ત્રીજા શિક્ષક ઉત્તરવહી ચકાસે, ચોથા ડિફિકલ્ટી સોલ્વ કરે

રાજકોટ તા.૨૭ : ખાનગી શાળાઓનું મેડિકલ પ્રવેશ માટેની નીટ અને આઇઆઈટી માટેની જેઈઈની પ્રવેશ પરીક્ષાનું કંગાળ પરિણામ આવ્યું છે ત્યારે તોતિંગ ફી લેતી ખાનગી શાળાઓના સંચાલકોની નફાખોરી હવે ચર્ચાના ચકડોળે ચઢી છે. સામાન્ય રીતે શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓની મહેનત હોય છે. પરસ્પર સમજણ છાત્રની ઈચ્છાશકિત ક્રિયાશકિત સમજણ શકિત અને સુષુપ્ત અવસ્થાને ઢંઢોળવાનું કામ શિક્ષકો કરતા હોય છે ત્યારે કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો એ એક વિષયમાં એક વિદ્યાર્થી માટે એક શિક્ષકને બદલે ચાર ચાર શિક્ષકોને અલગ જવાબદારી સોંપે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક માત્ર શિક્ષણ કાર્ય કરાવે છે બીજા શિક્ષક પ્રશ્નપત્ર કાઢે અને ત્રીજા શિક્ષક ઉત્તરવહી તપાસે અને ચોથા શિક્ષક  ડિફીકલ્ટી સોલ્વ કરાવે છે. આ પદ્ઘતિમાં એકસૂત્રતા જળવાતી ન હોય આ પદ્ઘતિ પાછળ ખાનગી શાળાઓના સંચાલકોનો માત્ર ખર્ચ બચાવાશે  ઉદ્દેશ્ય હોવાનું ચિત્ર ઉપસે છે.

(2:48 pm IST)