Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પહેલા નાટકનું નક્કી થયું, પણ વિષય તદ્દન નવો-શાનદાર હોઇ 'યુવા સરકાર' ફિલ્મ બનાવાઇઃ નિર્માણ પાછળની રસપ્રદ કહાની

રાજકોટના કલાકારો, નિર્માણ પણ રાજકોટમાં: લોકડાઉન પછી સિનેમાઘરમાં સોૈ પ્રથમ ૧૩મીએ રિલીઝ થઇ રહી છે અર્બન ગુજરાતી ફિલ્મ : સિનેમા હોલમાં દર્શકોને સર્જકો દ્વારા 'ખાદી'ના માસ્કનું વિતરણ કરવામાં આવશેઃ ઉપરાંત ૩ લક્કી વિજેતાઓને નવાજવામાં આવશે સ્માર્ટ ફોનથી : ભાવનગર ઇસ્કોન કલબ ખાતે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યાના કલાકોમાં જ યુ-ટ્યુબ ઉપરાંત અનેક સોશ્યલ સાઇટસ પર મળ્યો જબરદસ્ત પ્રતિસાદ : દેશનું યુવાધન સક્રિય રાજકારણને એમની કારકિર્દીનો હિસ્સો બનાવે અને દેશને વધુ મજબુત અને પ્રગતિશીલ બતાવે તેવો શુભ સંદેશો 'યુવા સરકાર' દ્વારા એમના સર્જકો-નિર્માતા લોકો સુધી પહોંચાડવા ઇચ્છે છે : સાથે મળીને એક ગુજરાતી તરીકે આ ફિલ્મ જોઇની આપણી માતૃભાષાનું ગોૈરવ કરીએઃ કાજલ ઓઝા વૈદ્ય : હર્ષલ અને રક્ષિતે અભિલાષ ધાડાને કહ્યું-૨૦થી ૨૫ લાખમાં ફિલ્મ બનાવવી છેઃ પણ ધાડાએ કહ્યું-૭૦ થી ૮૦ લાખ હોય તો જ આગળ વધવું, નહિતર વિચાર માંડી વાળવો : ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યા પછી પ્રશ્ન ઉભો થયો નિર્માતાનોઃ ગોંડલના યુવા વેપારીના રૂપમાં 'યુવા સરકાર'ને 'યુવા સહકાર' મળ્યો અને સપનું સાકાર થવાનો માર્ગ સાંપડ્યો : ગેબનશાપીરની દરગાહ+ઓસમાણ મીર+પરવરદિગાર= યુવા સરકાર : 'યુવા સરકાર'ની સીનેમેટોગ્રાફી રાઝ-૩ અને ક્રિએચર ફેઇમ પવન ચૌધરીએ કરી છેઃ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેઇમ સુનિલ પટણીનું સરકાર ગમે તેની હોય, 'યુવા સરકાર' તો જોવી જ પડેઃ જીતેન્દ્ર ઠક્કર

રાજકોટ તા. ૩: અર્બન ગુજરાતી ફિલ્મોની દુનિયામાં નવી જ કેડી કંડારવા તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ૧૩મીએ ૬૦ સ્ક્રીન પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માટે એક નવી વાત એ છે કે લોકડાઉન પછી સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલી આ પહેલી ફિલ્મ છે. જેનું મોટા ભાગનું નિર્માણ કાર્ય રાજકોટ, ગોંડલ અને સોૈરાષ્ટ્રમાં થયું છે. ફિલ્મ સાથે જોડાયેલા નેવું ટકા લોકો પણ રાજકોટના જ છે. આ ફિલ્મનું નિર્માણ કઇ રીતે થયું અને આ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? નિર્માતા શોધવાથી માંડીને બીજા કેટલા સંઘર્ષ કરવા પડ્યા તેની રસપ્રદ કહાની પણ જાણવા જેવી છે.

૫ ફ્રેબુઆરી ૨૦૧૯ સમય... મધ્યરાત્રી... સ્થળ-નવસારી-રાજકોટ હાઇવે... શિયાળાએ હજુ વિદાય લીધી ન્હોતી લીધી... બહાર ઠંડકે પ્રભુત્વ જમાલેવ ત્યારે કારમાં હિટરની હૂંફમાં હર્ષલ માંકડે સહ પ્રવાસી રક્ષિત વસાવડાને 'યુવા સરકાર' શિર્ષક વાળી પોતાની રચેલી વાર્તા સંભળાવી. વાર્તાની પૂર્ણાહૂતિ બાદ હર્ષલે કહ્યુ કે આમ તો એ પોતાનો જન્મદિવસ ૬ જાન્યુઆરીએ પોતાની લખેલ બુક લોન્ચીંગથી મનાવે છે. પણ આગામી જન્મદિવસ બુક લોંચીંગને બદલે 'યુવા સરકાર' નાટક દ્વારા ઉજવવો અને નાટકનું દિગ્દર્શન રક્ષિતે કરવુ.

'યુવા સરકાર' વાર્તા અને હર્ષલની નાટકની વાત બન્નેમાં દમ હતો સાથે સાથે કઇંક નવુ થશે એનો આનંદ જો કે થોડીવાર રહી રક્ષિતને એક એવો વિચાર આવ્યો કે 'યુવા સરકાર' નાટકને બદલે ફિલ્મ બને તો વધુ અસરકારક બને. હર્ષલને પણ પ્રસ્તાવ ગમી ગયો અને બન્નેએ નક્કી કર્યુ કે ફિલ્મ બનાવવી અને એનુ દિગ્દર્શન રક્ષિત કરે.

સૌથી મજાની વાત એ હતી કે ફિલ્મ કેમ બને અને એમા ''કેટલી વીસે સો થાય'' અની સમજ બન્ને માંથી કોઇ પાસે નહોતી. પણ કહેવાય છે ને કે શુભ વિચારને ઇશ્વરનું અનુમોદન અને આર્શીવાદ સાંપડતા હોય છે. અહીં પણ એમજ થયુ. હરિએ ગાડાની દોર સંભાળી અને ઉડતો ઉડતો આવેલ વિચાર ઉગવા લાગ્યો

ફિલ્મ અંગે માર્ગદર્શન માટે અમદાવાદ શ્રી અભિલાષ ધાડાને મળવાનું થયું. અભિલાષભાઇએ ફિલ્મનું બજેટ પુછયું હર્ષલ કે રક્ષિત પાસે કોઇ માળખાગત બજેટ તો નહોતુ પણ અંદાજે ૨૦ થી ૨૫ લાખમાં ફિલ્મ બનાવવી કહ્યુ.  અભિલાષભાઇએ પોતાના સંપૂર્ણ અનુભવના નિચોડરૂપે એક સ્વજનને છાજે એ રીતે કહ્યુ કે કમસેકમ ૭૦ થી ૮૦ લાખ રૂપિયા હોય તો અને ત્યારે જ ફિલ્મ બનાવવી નહીંતર વિચાર માંડી વાળવો.

હર્ષલને વાસ્તવિકતાનો અહેસાસ થયો પણ સાથે સાથે ફિલ્મ બનાવવાનો ઇરાદો ટકાવી રાખ્યો. ફિલ્મ નિર્માતાની શોધ ચાલુ થઇ ફિલ્મ સાથે જોડાયેલ લગભગ તમામ નવા આવા સમયે ફિલ્મ નિમાર્ણમાં પૈસા કોણ રોકે?...સમય વિતતો ગયો પણ નિર્માતા હજુ મળ્યા ન્હોતા.

અગાઉ જણાવ્યુ અમે વિચારને ઇશ્વરના આર્શીવાદ પ્રાપ્ત થયેલ ફળ સ્વરૂપે ગોંડલ સ્થિત યુવા વેપારી શ્રી નિલેષભાઇ કાત્રોડીયાના રૂપમાં 'યુવા સરકાર'ને નિર્માતા મળ્યા અને એમના 'યુવા સહકાર' થી 'યુવા સરકાર' રચવાનું સ્વપન સાકાર થવાનો માર્ગ સાંપડયો.

ફિલ્મ નિમાર્ણને નાણાની ''ઉર્જા'' મળે પછી બાકીની ગતિવિધિ સ્પીડ પકડે અહીં પણ એમ જ થયું. મુંબઇ સ્થિત અને અનેક ફિલ્મો, ટીવી સીરીયલ્સ, નાટકોમાં અભિનય કરી પોતાના નામનો સિક્કો જમાવી ચૂકેલ શ્રી મેહુલ બુચ આ ફિલ્મમાં અભિ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાંૈ મુખ્યપાત્ર હિરોની ભૂમિકા તેમજ હિરોઇનની ભૂમિકા ભજવનાર હર્ષલ માંકડ ''હેયાન'' અને આસ્થા મહેતાની આ પહેલી જ ફિલ્મ છે.

ફિલ્મમાં  ''છેલ્લો દિવસ'' ફેઇમ જીતેન્દ્ર ઠક્કર આગવી ભૂમિકામાં ચમકે છે. આ ઉપરાંત રાજકોટની રંગભૂમિ સાથે સંકળાયેલ રાજુ યાજ્ઞિક, હર્ષિત ઢેબર, મીલન ત્રિવેદી, અનિષ કચ્છી, સુજલ હલચલ બોય, કાજલ અગ્રાવત, ભાર્ગવ ઠાકર, મહેશ કોટેચા, રમિઝ સાલાણી, શ્રીનીલ જાની, શ્રીયા જોશી, અરવિંદ રાવળ, પલ્લવી વ્યાસ, હિતેસ્વ નાણાવટી, રાકેશ કઠીયા, ચેતસ ઓઝા, સ્વયં છાયા, નિર્મિત છાયા, હિર અંતાણી, અદ્રંત અંતાણી, નીપા અંતાણી, ગુલામહુસેન અગવાન, શાહરૂખ પઠાણ, સૌમ્ય પંડયા, નિલેશ કામોડીયા, નયન શાહ જેવા અનેક નામી તેમજ નવોદિત કલાકારોએ અભિનયના ઓજસ પાધરેલ છે.

ફિલ્મની સ્ટોરી, પટકથા, સંવાદ રક્ષિત વસાવડા અને હર્ષદ માંકડ 'હેયાન' દ્વારા લખાયેલ છે. ગીતો શાંતિ દુર્લભ, આનંદી આચાર્ય ઠાકર, ચેતન જેઠવા, હર્ષલ માંકડ ''હેયાન''ના લખેલ છે. સંગીત યુવા સંગીતકાર બેલડી હર્ષલ-કર્દમ શર્મા જોશીનું છે તથા બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ફેઇમ સુનિલ પટણીએ આપેલ છે. ગીતોને સ્વર સોલી કાપડીયા, ઓસમાણ મીર, નીકીતા વાઘેલા, મયુર ચૌહાણ, સુજલ હલચલ બોય, પ્રદીપ ગઢવી, હર્ષલ પંડયા, કર્દમ શર્મા જોશી જેવા નામી ગાયકોનો સાંપડેલ છે.

'યુવા સરકાર'ની સીનેમેટોગ્રાફી રાઝ-૩ અને ક્રિએચર ફેઇમ પવન ચૌધરીએ કરેલ છે. નૃત્ય નિર્દેશન મહેશ બલરાજનું ક્રાઇટ ઇશ્યો ઇલીયાસ શેખ દ્વારા કરાયેલ છે. સમગ્ર ફિલ્મનું એડીટીંગ તેમજ મીકસીંગ નરેશ પરમાર- ટેન્જ સ્ટુડીયો દ્વારા કરયોલ છે. ફિલ્મનું ડી.આઇ. મુંબઇ ક્રિશ મહેતાએ કરેલ છે.

ફિલ્મમાં પ્રસિધ્ધ ગાયક શ્રી ઓસમાણ મીર તથા સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના વાઇસ ચાન્સેસ ડો. અર્જુનસિંહ રાણા વિશેષ ભૂમિકામાં નજરે પડશે.  ફિલ્મમાં એસોસીએટ ડીરેકટર તથા ટેકનીકલ તમામ પાસા યુવા સર્જક નિલેષ ચોવટીયાએ સંભાળેલ છે.

ફિલ્મના કેટલાક ગીતો જેવા કે ગાંધી રાસ, હે જગજનની... ઓસમાનમીરની ગાયેલી કવ્વાલી અત્યારે રેડ રીબન મ્યુઝીકના તેની હેઠળ દેશ-વિદેશમાં ૬૪ જેટલા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યા છે.

તાજેતરમાં જ ૨૪ ઓકટોબરના રોજ ભાવનગર ઇસ્કોન કલબ ખાતે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવેલ છે. યુ-ટ્યુબ ઉપરાંત અનેક સોશ્યલ સાઇટસ પર આ ટ્રેલરને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશનું યુવાધન સક્રિય રાજકારણને એમની કારકિર્દીનો હિસ્સો બનાવે અને દેશને વધુ મજબુત અને પ્રગતિશીલ બતાવે તેવો શુભ સંદેશ 'યુવા સરકાર' દ્વારા એમના સર્જકો -નિર્માતા સહુને પહોંચાડવા માંગે છે. ત્યારે આ નૂતન વિચાર ધરાવતી ફિલ્મને દર્શકો વધાવી લેશે એવી શ્રધ્ધા.

આગામી દિવાળીના તહેવારો દરમિયાન દેશભરમાં ૬૦ જેટલા સીનેમાગૃહોમાં ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. ફિલ્મ સર્જકો તથા નિર્માતા શ્રી નિલેષ કાત્રોડીયા દ્વારા દર્શકોને આ ફિલ્મ સીનેમાગૃહમાં જોવા તેમજ તેને સફળ બનાવવા પ્રાર્થના કરવામાં આવે છે.

ફિલ્મની ખાસ વાત એ છે કે દર્શકોને સર્જકો દ્વારા  સિનેમા હોલ ખાતે 'ખાદી'ના માસ્કનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ૩ લક્કી વિજેતાઓને સ્માર્ટ ફોનથી નવાજવામાં આવશે. દર્શકોને સ્વસ્થ, પારિવારીક મનોરંજન આપતી 'યુવા સરકાર' ફિલ્મને ગુજરાતી દર્શકો ભરપુર પ્રેમ અને સ્નેહ આપશે એવી શ્રધ્ધા નિર્માતા-નિર્દેશક અને યુવા સરકારની સમગ્ર ટીમે વ્યકત કરી છે.

હર્ષલ માંકડ 'હેયાન' અને આસ્થા મહેતાની મુખ્ય જોડીની પહેલી ફિલ્મ

. ફિલ્મમાં છેલ્લો દિવસ ફેઇમ જીતેન્દ્ર ઠક્કર આગવી ભૂમિકામાં ચમકે છે. આ ઉપરાંત રાજકોટની રંગભૂમિ સાથે સંકળાયેલ રાજુ યાજ્ઞિક, હર્ષિત ઢેબર, મીલન ત્રિવેદી, અનિષ કચ્છી, સુજલ હલચલ બોય, કાજલ અગ્રાવત, ભરત ઠાકર, મહેશ કોટેચા, રમિઝ સાલાણી, શ્રીનીલ જાની, શ્રીયા જોશી, અરવિંદ રાવળ, પલ્લવી વ્યાસ, હિતેસ્વ નાણાવટી, રાકેશ કઠીયા, ચેતસ ઓઝા, સ્વયં છાયા, નિર્મિત છાયા, હિર અંતાણી, અદ્રંત અંતાણી, નીપા અંતાણી, ગુલામહુસેન અગવાન, શાહરૂખ પઠાણ, સૌમ્ય પંડયા, નિલેશ કામોડીયા, નયન શાહ જેવા અનેક નામી તેમજ નવોદિત કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.

(11:47 am IST)