Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વૈદિક જયોતિષ અનુસાર લાલ કોરલ રત્નની શું અસર થાય ?

કોરલ રત્ન પહેરવાથી વ્યકિતની કુંડળીમાં મંગળની ઉર્જામાં વધારો થાય, નકારાત્મક અસરો ભાગે

આ રત્ન જીવનમાં લગ્નની સુસંગતતા સાથે સંકળાયેલા છે, કોરલ અને ધારણ કરનારને ઉત્તમ લગ્નજીવન અને જીવનસાથીની લાંબી આયુષ્યની શકિત આપે છે

વૈદિક જયોતિષ અનુસાર, લાલ કોરલ રત્ન મંગળ ગ્રહ દ્વારા શાસન કરવામાં આવે છે, જે તાસીર મુજબ અગ્નિ પ્રક્રુતીવ ધરાવે છે  અને કથાઓ અનુસાર ધરતી માતા ના પુત્ર પણ છે. મંગળ એ વ્યકિતગત કુંડળીમાં ઉર્જા, જોશ  અને જીવનમાં રહેલી  મહત્વાકાંક્ષાઓ સાથે સંકળાયેલ ગ્રહ છે. કોરલ રત્ન પહેરવાથી વ્યકિતની કુંડળીમાં મંગળની ઉર્જામાં વધારો આવે છે અને મંગલ ગ્રહની ખરાબ અને નકારાત્મક અસરોને ઓછી કરવામાં પણ મદદ રૂપ થઇ છે.

કોરલ રત્ન , જેને સામાન્ય રીતે  મૂંગા રત્ન તરીકે ઓળખવામાં આવે છે તે રોમન લોકો દ્વારા ખૂબ જ શુભ માનવામાં આવતું હતું અને તેઓ તાવીજમાં લાલ કોરલ પહેરતા હતા. લાલ કોરલ એ ઓર્ગનિક પથ્થર છે જે  ખાન-ખનિજથી નહિ પરંતુ દરિયાઈ જીવો દ્વારા કોરલ પોલિપ્સ (કોરેલિયમ રૂબરમ) ની રચના થઇ છે ને જેનાથી સમુદ્રના ઊંડાણ માં લાલ ઓર્ગનિક રત્ન મળી આવે છે. અને પ્રકૃતિ દ્વારા ગરમ તાસીર ધરાવતું રત્ન તરીકે ગણવામાં આવે છે. રેડ કોરલ એ મનુષ્યને અમૂલ્ય ભેટ છે જે દરિયા દ્વારા  આપવામાં આવે છે.

જયોતિષશાસ્ત્રો પ્રમાણે લાલ કોરલ રત્ન જીવનમાં લગ્નની સુસંગતતા જોડે સાંકળેલો છે કોરલ અને ધારણ કરનારને ઉત્ત્।મ  લગ્ન જીવન અને જીવનસાથીની લાંબી આયુષ્યની શકિત આપે છે. લોકો મા એવી માન્યતા છે કે રત્નનો રંગ લાલથી પીળો રંગ થવા લાગે તો જો ધારણ કરનાર વ્યકિત છે તે લોહી, ગાંઠો અથવા માથાને લગતી સંસિયાઓ જોડે સંકળાયેલા હોઈ શકે છે.

ન્યુમેરોલોજી અનુસાર, રેડ કોરલ એ રેડીકલ નંબર ૯ સાથે સંકળાયેલો છે જેના અધિપતિ મંગળ છે , જે કોઈપણ ૯, ૧૮ અને ૨૭ તારીખે જન્મેલા વ્યકિતઓ માટે એક શુભ અને ભાગ્યશાળી રત્ન  છે .

આજે સર્વ શ્રેષ્ઠ  પ્રજાતિ અને ગુણવત્ત્।ા ધરાવતા રેડ કોરલ રત્ન આખ્ખા વિશ્વમા વધારે અને જાપાન , તાઈવાન , ઓસ્ટ્રેલિયા અને  પશ્ચિમી ભૂમધ્ય સાગરથી પ્રાપ્ત થઇ છે.

લાલ કોરલ પહેરવાથી જયોતિષીય ફાયદા શું છે?

જયોતિષ શાસ્ત્ર પ્રમાણે લાલ કોરલ એ મંગળ ગ્રહનો રત્ન છે, અને તે હિંમત અને આત્મવિશ્વાસ વધારવામા મદદરૂપ છે. તે શારીરિક આરોગ્ય માટે સારું છે, અને તે અવરોધોને દૂર કરવામાં પણ મદદ કરે છે. તે વ્યકિતમાંથી સુસ્ત વલણને દૂર કરે છે અને પહેરનારને સકારાત્મક ઉર્જા  પ્રદાન કરે છે  જેથી વ્યકિત તેના જીવનના ધ્યેયને સચોટતાથી મેળવી શકે.

જયતોષિશાસ્ત્ર  મુજબ લાલ કોરલ તમારી ઉર્જા, હિંમત, આત્મવિશ્વાસ, ઇચ્છાઓની પૂરતીમા વધારો કરે છે અને અકસ્માતો, જીવલેણ ઘાતો , ઓપરેશન્સ અને સર્જરી થી તમારું રક્ષણ કરે છે. કોરલ રત્ન વ્યકિતગતની કુંડળીમાં મંગળની ઉર્જામાં પોઝિટિવ ફેરફારો કરે છે  અને વ્યકિતને સ્વતંત્ર વિચારો ધરાવતી બનાવે છે. કોરલ રત્ન વ્યકિતને તીવ્ર અને હોશિયાર બનાવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે કોમ્પિટીટિવ પરીક્ષામાં સફળતા મેળવા મદદરૂપ સાબિત થઇ શકે છે, સમૃદ્ઘ જીવન અને શારીરિક શકિત સાથે સશકિતકરણ પણ પ્રદાનક કરે છે .

કોરલ રત્ન વ્યકિતમાં ગુસ્સો ઘટાડવાની અને સકારાત્મક વિચાર વધારવાની  શકિત રાખે છે અને જીવનમાં સંબંધોને મધુર અને ભૌતિક સુખની ખાતરી આપે છે. રેડ કોરલ પહેર્યા પછી  વ્યકિત જીવનમાં આત્મવિશ્વાસ, ગતિશીલતા, શકિતશાળી, કોન્ફિડેન્સમાં વધારો, લીડરશિપ સ્કિલ્લ્સમાં વધારો, દુશ્મનો ઉપર પ્રભુત્વ ધરાવવા ની સક્ષમતા પ્રદાન કરે છે. શાસ્ત્ર મુજબ રત્ન ધારણ કરનાર ને ખરાબ સ્વપ્નોથી છૂટકારો મળે છે અને નાણાકીય અને વ્યાવસાયિક વિકાસ પણ મેળવી શકે છે.

કયાં ક્ષેત્રોમાં રેડ કોરલ ધારણ કરવાથી લાભ ?

એન્જિનિયરસ, રાજકારણી, ઉદ્યોગપતિ, ફાર્મસી અને દવાના જાણકારો  અને કલાકારો, રિયલ એસ્ટેટ, કમ્પ્યુટર, કાપડ, શિલ્પ, સંગીત, નાટક, નૃત્ય, લોખંડ સંબંધિત મશીનરી, ઈમ્પોર્ટ -એકસપોર્ટ , લકઝરી વસ્તુઓ વેચવા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ, લેખકો, સ્ક્રિપ્ટરાઇટર્સ, કવિઓ, પાઇલટ્સ, ડ્રાઇવરો, ખલાસીઓને જયોતિષશાસ્ત્ર પ્રમાણે લાલ કોરલ ફાયદા કારક સાબિત થઇ શકે છે.

લાલ કોરલ ધારણ કરવા થી કયાં રોગને હીલિંગ ફાયદા  ?

જયોતિષશાસ્ત્રોની માન્યતા મુજબ કેન્સર, કમળો, અસ્થમા, શ્વાસની તકલીફ, કિડની, ડાયાબિટીઝ, હર્નીયા, નર્વસ સિસ્ટમથી સંબંધિત રોગો, લકવો, માસિક સંબંધી વિકાર, ડિલિવરી, પેરાલીસીસ, એપેન્ડિસાઈટિસ, સંધિવા અને ઘણાજેવા રોગો સામે લડતા વ્યકિતઓને રેડ કોરલ લાભ દાયી સાબિત થઇ શકે છે. રેડ કોરલ માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશન પીડિત વ્યકિતઓને પણ ફાયદા કારક અને મદદરૂપ સાબિત થઇ શકે છે.

કયા લગ્ન ધરાવતા લોકોએ કયારેય લાલ કોરલ ન ધારણ કરવો જોઈએ?

વૃષભ લગ્ન ધરાવતી કુંડળી વાળી  વ્યકિતઓએ જયોતિષીઓની કુંડળીની સલાહ લીધા વિના રેડ કોરલ ન પહેરવા જોઈએ.મિથુન લગ્ન ધરાવતી કુંડળી વાળી વ્યકિત માટે મંગળ એક સમસ્યા સર્જન કરનાર ગ્રહ બની જાય છે અને તેથી મંગલ નું રત્ન પહેરવાનું ટાળવું જોઈએ.

કન્યા લગ્ન ધરાવતી કુંડળી વાળી વ્યકિત માટે પણ મંગળ એક સમસ્યા સર્જન કરનાર ગ્રહ બની જાય છે અને તેથી મંગલનું રત્ન પહેરવાનું ટાળવું જોઈએ.

લાલ કોરલ કયા ગ્રહ અને કયા મહાદશાના નબળા પ્રભાવથી રાહત આપશે ?

જયોતિષશાસ્ત્ર અનુસાર લાલ કોરલ એ વ્યકિતઓ માટે મદદગાર છે જે કુંડળીમાં મંગળની નબળાઇ અને ખારાબ અસરને દૂર કરે છે. મંગળની પ્લેસમેન્ટ નીચ રાશિમાં, નબળી અથવા ખરાબ છે અથવા કે કુંડળીમાં મંગળ દોષ બનાવે છે જે  ચોથા, સાતમા, આઠમા અથવા બારમા ઘરમાં મંગલનું પ્લેસમેન્ટ છે, અથવા મંગળ ગ્રહને લઇ ને કોઈ ખરાબ યોગ સર્જાઈ છે તો પછી લાલ કોરલને ધારણ કરવાથી સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે. લાલ કોરલ ધારણ કરતા પેહલા યોગ્ય જ્ઞાન ધરાવતા જયોતિષ પાસેથી સલાહ લેવી અનિવાર્ય છે.

જો કોઈ વ્યકિત ના જન્મકુંડળી મુજબ મહાદશામાં મંગળ મહાદશા અથવા મંગળ અંતર્દશામાંથી પસાર થઈ રહી છે અને મંગળ કુંડળીમાં ખરાબ પ્રભાવ અથવા નબળુ સ્થાન નિર્માણ કરી રહ્યું છે તો લાલ કોરલ પહેરવાથી ખરાબ પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.

લાલ કોરલ કયારે અને કેવી રીતે પહેરવા ?

લાલ કોરલનું વજન ૩.૫ કેરેટ અને બાર કેરેટ વચ્ચે હોવું જોઈએ.મૃગૃશિરા, ચિત્ર, અનુરાધા અને ધનિષ્ઠ નક્ષત્રમાં મંગળવારે રત્ન ધારણ કરવું શુભ માનવામાં આવે છે.લાલ કોરલની વીંટી તાંબા અથવા સોનામાં ધારણ કરવું જોઈએ જે વધારે તાસીર મુજબ યોગ્ય છે અને કોઈપણ હાથની રિંગ ફિંગર(અનામિકા આંગળી) પર ધારણ કરી સકાય છે.ધારણ કરતા સમય ધ્યાન રાખવું કે  ડાયમંડ, બ્લુ સેફાયર અને પન્ના સાથે રેડ કોરલ ન પહેરવું જોઈએ, સિવાય કે તે અમારા નિષ્ણાત જયોતિષીઓ દ્વારા ભલામણ કરવામાં ન આવે.

 રેડ કોરલની આડ-અસરો શું છે ?

 જો કોઈ વ્યકિત નેચરલ અને રિયલ કોરલને બદલે આર્ટિફિસિઅલ  રત્ન ધારણ કરે છે , તો પછી વ્યકિતએ પ્રતિકૂળ અસરોનો સામનો કરવો પડે છે અને પહેરનારને નકારાત્મક પરિણામો મળે છે.આ રત્નની તીવ્રતા ખૂબ ઉંચી  હોય છે, અને જો તે યોગ્ય કેરેટથી ઓછા રત્ન  પણ પ્રતિકૂળ પરિણામો આપે છે જો તે કુદરતી નથી અથવા તમને અનુકૂળ નથી.ખોટું રત્ન તમારા જીવન પર વિપરીત અસર લાવી શકે છે. તેથી રેડ કોરલ પહેરતા પહેલા તમારી જન્માક્ષરનું નિષ્ણાત જયોતિષ પાસેથી વિશ્લેષણ કરો.

(લેખક ખુબ જ જાણીતા યુવાન એસ્ટ્રોલોજર છે. સ્ટોન ઉપર તેમની માસ્ટરી ગણાય છે. તેમને મળવુ હોય -સલાહ લેવી હોય તો અગાઉથી સમય મેળવવો જરૂરી છે.  વિવિધ સ્ટોન વિષે અકિલા માટે વિનામુલ્યે વિગતો આપવા તેમણે સહમતી દર્શાવી છે.

આલેખનઃ સમજ

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ ૯૩૧૩૮૪૨૭૫૨

(11:48 am IST)