Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પંડાલ અંગે હજુ કોઇ ઓર્ડર આવ્યા નથી : કર્મચારીઓ પણ નિસાસા નાંખે છે..

દિવાળી નજીક આવી ગઇ પણ રાજકોટ પોસ્ટલમાં આજ સુધી કોઇ ગ્રીટીંગ્ઝ આવ્યા નથી કે ગયા નથી : 'પંડાલ'નું નક્કી નથી !!

દિવસોમાં શુભેચ્છા કાર્ડના ઢગલા થતા હોય પરંતુ આજ સુધી એકપણ કાર્ડ નથી આવ્યું તે ઘોર મોબાઇલ યુગનું પરિણામ..

રાજકોટ, તા. ૩ : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ૯ દિવસ બાદ તા. ૧૦ના અગિયારસથી દિવાળીના તહેવારો શરૂ થઇ જશે, ૧૪મીએ દિવાળી, પછી ધોકો અને સોમવારે બેસતુ વર્ષ છે.

દિવાળીનો ખરીદીનો માહોલ રાજકોટની બજારોમાં ધીમે ધીમે જામ્યો છે, પરંતુ પોસ્ટલ ખાતામાં સાવ શૂન્યાવકાસ હોય તેવી સ્થિતિ આજે જોવા મળી હતી.

પોસ્ટલ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓએ આજે 'અકિલા'ને જણાવ્યું હતું કે દિવાળી નજીક આવી ગઇ છે, પરંતુ દિપાવલી શુભેચ્છા કાર્ડ ગ્રીટીગ્ઝ અંગે કોઇ પોઝીટીવ બાબત નથી. આ દિવસોમાં શુભેચ્છા કાર્ડના ઢગલા થતાં હોય છે, પરંતુ આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં એકપણ કાર્ડ ડીસ્પેચ કે રીસીવીંગ માટે કોઇ કાર્ડ આવ્યું નથી. રાજય બહારથી કે, રાજય બહાર મોકલવા માટે પણ કોઇ ગ્રીટીંગ્ઝ આવ્યું નથી. આ એક અફસોસની બાબત છે અને આ ઘોર મોબાઇલ યુગ, ડીજીટલ યુગ, સોશ્યલ મીડીયાનું પરિણામ છે, હવે કોઇને ગ્રીટીંગ્ઝ મોકલવામાં નવી સ્ટેમ્પ ખરીદવામાં રસ નથી, અમે પણ નિસાસા નાંખી રહ્યા છીએ તેમ આ કર્મચારીઓએ ઉમેર્યું હતું. તેમણે જણાવેલ કે, પંડાલ અંગે કોઇ નક્કી નથી, હાલ કોઇ પંડાલ ઉભા કર્યા નથી અને તેનો કોઇ ઓર્ડર નથી, પરંતુ ઓર્ડર આવ્યે જુદા જુદા રાજયો-શહેરના પંડાલ જરૂર પડયે ઉભા કરાશે. સૂત્રોએ જણાવેલ કે હાલ થોડી ગીર્દી વધી છે, તે વિધવા સહાય, પેન્શન તથા પૈસા પાકતા હોય તે વટાવવા-ઉપાડવા માટે લોકો દરેક બારી ઉપર આવી રહ્યા છે, હવે મનીઓર્ડર -રજીસ્ટર  એડી-સાદી ટપાલ, સ્પીડપોસ્ટ સેવામાં પણ માંડ પ૦થી ૭પ ટકા કામગીરી થાય છે.

(11:49 am IST)