Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દારૂ સાથે ઝેરી દવા ભેળવી પી લઇ વિજયએ મોત મેળવી લીધું

ત્રંબાનો બનાવઃ મુળ છોટા ઉદેપુરનો યુવાન પત્નિ છોડીને જતી રહ્યા બાદ ટેન્શનમાં રહેતો હોઇ કંટાળીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૩: ત્રંબામાં મયુરભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતો મુળ છોટાઉદેપુરનો વિજય મોહનભાઇ નાયકા (ઉ.વ.૨૫) દારૂ સાથે ઝેરી દવા ભેળવીને પી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

૧૦૮ મારફત બનાવની જાણ થતાં આજીડેમના હેડકોન્સ. ધીરજભાઇ પરમાર અને કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બે વર્ષ પહેલા પત્નિથી છુટાછેડા થઇ જતાં ત્યારથી વિજય ડિપ્રેશનમાં રહેતો હતો અને દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો. આ કારણે તેણે આવુ પગલુ ભરી લીધું હતું.

(11:51 am IST)