Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ખેડુત નેતા કેશુભાઇના શાસનમાં ગુજરાત નંદનવન બની રહેલ : ડી. કે. સખીયા

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રધ્ધા સુમન અર્પણ કરવા મળી ગયેલ શોકસભા

રાજકોટ : 'કેશુભાઇ ખરા અર્થમાં ખેડુત નેતા હતા. તેમના શાસન દમિયાન ખેડુતોનો આર્થિક વિકાસ ઉડીને આંખે વળગે તે રીતે થયો હતો. ગોકુળગ્રામ, સિંચાઇ, વીજળી, ચેકડેમો, ખેતતલાવડી, નર્મદા કેનાલોના કામો થકી ગુજરાત ખરા અર્થમાં નંદનવન બન્યુ હતુુ' તેમ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી. કે. સખીયાએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રધ્ધા સુમન અર્પણ કરવા મળેલ શોક સભાને સંબોધતા જણાવ્યુ હતુ. જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, રાષ્ટ્રીય ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, દુધની ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા સહીત જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખો પરસોતમભાઇ સાવલીયા, નીતિનભાઇ ઢાંકેચા, ભૂપતભાઇ ડાભી, મનસુખભાઇ રામાણી, સીમાબેન જોશી, મીનાક્ષીબેન સોજીત્રા, જિલ્લા મંત્રીઓ વિનુભાઇ પરમાર, સતીશભાઇ ભીમજીયાણી, નરશીભાઇ મૂંગલપરા, હંસાબેન દાફડા, મા.યાર્ડ ડીરેકટર ગૌતમભાઇ કાનગડ, જિ.પં. સદસ્ય ચંદુભાઇ શિંગાળા, મનીષભાઇ ચાંગેલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઇ બોરીચા, મહામંત્રી નવીનપરી ગૌસ્વામી, અનુ.જાતિ મોબચાના પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ, મહામંત્રી લાલજીભાઇ આઠું, રાજકોટ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ સેખલીયા, મહામંત્રી શૈલેષભાઇ અજાણી, ઉપલેટા શહેર મહામંત્રી લાલજીભાઇ આઠું, રાજકોટ તા.પ્રમુખ વલ્લભભાઇ સેખલીયા, મહામંત્રી શૈલેષભાઇ અજાણી, ઉપલેટા શહેર મહામંત્રી જીજ્ઞેશભાઇ ડેર, મનસુખભાઇ સરધારા, ડી. કે. બલદાણીયા, જયેશભાઇ ત્રિવેદી, અશોકભાઇ લાડાણી, મયુરભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, વિજયભાઇ કારીયા, ડો. દીપકભાઇ પીપળીયા, નીતિનભાઇ સગપરીયા, મનોહરભાઇ બાબરીયા, રજનીભાઇ સખીયા, વિજયભાઇ ગમારા, લક્ષ્મણભાઇ સિંધવ, હિરેનભાઇ શાહ, હિરેનભાઇ જોશી, મોહનભાઇ દાફડા, લોધીકા તાલુકા પ્રમુખ ભરતસિંહ જાડેજા, મહામંત્રીઓ મોહનભાઇ ખુંટ, હરભમભાઇ કુંગશીયા, પડધરી તાલુકા મહામંત્રી પ્રવિણભાઇ હેરમા, ચંદુભાઇ વઘાસીયા, કોટડાસાંગાણી મહામંત્રી શૈલેષભાઇ વઘાસીયા, ભાસ્કરભાઇ જશાણી, ઘનશ્યામભાઇ મકવાણા, દીપકભાઇ મદલાણી, અરૂણભાઇ નિર્મળ, દિનેશભાઇ વીરડા, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ રામાણી, મહામંત્રી વનરાજભાઇ ખીંટ, પંકજભાઇ ચાંવ, ડેનીસભાઇ આરદેશણા, વસંતભાઇ લીંબાસીયા, હીરાભાઇ સબાડ, જયેશભાઇ પંડયા, કનકસિંહ જાડેજા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા વગેરે સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)