Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મારામારી અને દારૂના ગુનામાં સામેલ ગોૈતમ પાર્કના મગન જાદવને પાસામાં ધકેલાયા

તાલુકા પોલીસે વોરન્ટ બજવણી કરી અમદાવાદ જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૩: મારામારી અને દારૂના ગુનામાં સામેલ કાલાવડ રોડ જીવરાજ પાર્ક પાસે ગોૈતમ પાર્કમાં કુવા પાસે રહેતાં મગન ચતુરભાઇ જાદવ (ઉ.વ.૫૦)ને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરવા આદેશ કર્યો છે.

વોરન્ટ ઇશ્યુ થતાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી, પ્રવિણભાઇ વસાણી, ભાવેશભાઇ પરમાર સહિતે વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી. મગન વિરૂધ્ધ તાલુકા પોલીસમાં મારામારીના બે ગુના, માલવીયાનગરમાં મરામરીનો એક ગુનો તથા જાહહેરનામા ભંગનો ગુનો તેમજ તાલુકા-માલવીયામાં પ્રોહીબીશન ભંગના ચાર ગુના નોંધાયા હતાં.

(12:54 pm IST)