Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સ્કૂલ વેન સતત બંધ હોઇ કંટાળીને નિકુંજ ગોહેલે ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ વીર નર્મદ ટાઉનશીપ સી-બ્લોકમાં રહેતાં નિકુંજ ગોપાલભાઇ ગોહેલ (ઉ.વ.૨૩) નામના યુવાને ટાઉનશીપના પાર્કિંગમાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

નિકુંજને મિત્ર ઇમરાનભાઇએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇમરાનભાઇનાક હેવા મુજબ નિકુંજને સંતાનમાં છ માસનો પુત્ર છે. પોતે અગાઉ સ્કૂલવેનની વર્ધીનું કામ કરતો હતો. પરંતુ લોકડાઉન વખતથી સતત આ કામ બંધ હોઇ કંટાળી જતાં થોડુ ફિનાઇલ પી લીધી હતી. રાતે જ તેને રજા અપી દેવાઇ હતી.

ભગવતીપરાના ઉમેશેે હાથમાં બ્લેડથી કાપો માર્યો

ભગવતીપરા જયપ્રકાશનગર-૫માં રહેતાં ઉમેશભાઇ પ્રેમજીભાઇ ખારૂ (ઉ.૨૪)એ રાતે બાથરૂમમાં જઇ પોતાના ડાબા હાથે બ્લેડથી કાપો મારી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. ઉમેશ ડ્રાઇવીંગ કામ કરે છે. બે ત્રણ દિવસથી મગજ ભમતો હોઇ આમ કર્યાનું જણાવાયું હતું.

(12:55 pm IST)