Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દિવાળીના તહેવારોમાં ભેળસેળ રોકવા તંત્રની ઝુંબેશ

આરોગ્યનું ચેકીંગઃ ૧૧ ખાદ્યચીજોના નમુના લેવાયાઃ ર૭ કિલો વાસી ખોરાકનો નાશ

રાજકોટ તા. ૩ દિવાળીના તહેવારોમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ, ફરસાણ, ડ્રાઇફુટ, વગેરેની ર૧ દુકાનોમાં ચેકીંગ કરી ૧૧ સ્થળેથી નમુનાઓ લેવાયા હતા તેમજ ર૧ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો હતો.

આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલીકાની ફુડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફુટ તથા મીઠાઇ ફરસાણનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય, જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્ય પ્રદ ખાદ્યપદાર્થો મળી રહે. તે હેતુથી ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે જેની વિગત આ મુજબ છે.

સ્થળોએથી નમુના લેવાયા

કાજુ(લુઝ) શ્રી રામવિજય કિરાણા ભંડાર, ચંદ્રેશનગર મે. રોડમાંથી, કાજુ (લુઝ) જયદીશ એન્ડ બ્રધર્સ, ન્યુ માયાણીનગરમાંથી, અંજીર (લૂઝ) દાદાજી ડ્રાયફુટ, પરાબજારમાંથી, બદામ(લૂઝ) પ્રિસીયસ ઓર્નામેન્ટ, પેડક રોડમાંથી, ટીમટીમ બ્રાન્ડ રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ પીરટાચીઓ (રપ૦ ગ્રામ પેકડ) ગેલેકસી

ફુડ, નવો ઘી કાંટા રોડમાંથી કિસમીસ (લૂઝ) સોમનાથ ડ્રાયફુટ, ગાયત્રીનગર મે. રોડમાંથી કાજુ (લૂઝ) મેગા ર્મા, એરપોર્ટ રોડમાંથી, જનતા ડેરી ગોલ્ડ પેસ્યુરાઇઝડ ફુલ ક્રિમ મિલ્ક,(પ૦૦ મિલી પેકડ) જનતા ડેરી ફાર્મ, રૈયા રોડમાંથી, વેજ મખ્ખનવાલા (પ્રીપેડે સબ્જી, લુઝ) લીડર્સ બેંકવેટ રેસ્ટોરન્ટ, કસ્તુરબા રોડમાંથી, પનીર ભુરજી (પ્રીપેર્ડ સબ્જી, લુઝ) બજરંગ રેસ્ટોરન્ટ, મવડી ફાયર સ્ટેશન પાસેથી, ટોકુ-સોયા પનીર (લૂઝ) સહજ ફુડ પ્રોડકટસ, સોમનાથ ઇન્ડ એરીયા, કોઠારીયામાંથી એમ કુલ ૧૧ ખાદ્ય ચીજોનો નમુના લેવાયા.

૮ કિલો તેલ, ૧૯-કીલો ખાદ્ય ચીજોનો નાશ

જયારે કુલ ર૧ કિલો ખાદ્યચીજોનો નાશ કરાયેલ. જેમાં યોગી ફરસાણ માર્ટ ખીજડાવાળા રોડ, છાપેલી પસ્તી ૪ કિ. ગ્રા. દાઝીયુ તેલ ૩ કિ. ગ્રા. નોટીસ, હરભોલે ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ ખીજડા વાળા રોડ છાપેલ પસ્તી ૩ કિ. ગ્રા. દાઝીયુ તેલ, ૩ કિ. ગ્રા. નોટીસ, યશ સ્વીટ માર્ટ ખીજડાવાળા રોડ છાપેલ પસ્તી ૪ કિ. ગ્રા. દાઝીયુ તેલ ર કિ. ગ્રા. - નોટીસ, આમ ચેકીંગ દરમિયાન ડ્રાયફ્રુટના ૭ નમુના તેમજ અન્ય ખાદ્યતેલના ૪ નમુના એમ ફુડ શાખા દ્વારા કુલ ૧૧ નમુના લેવામાં આવેલ તથા ર૧ પેઢીની ચકાસણી કરી જે પૈકી ૪ ફુડ બિઝનેશ ઓપરેટરોને નોટીસ આપેલ તથા ૧૧ કિલો પસ્તી તથા ૮ કિલો દાઝીયા તેલ કુલ ૧૯ કિલો ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવેલ હતો.

(2:53 pm IST)