Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પડધરીના ખાખડાબેલા ગામના ગરાસીયા પ્રૌઢની હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૩: રાજકોટના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે જમીનના વેચાણના મનદુખનો ખાર રાખી પ્રૌઢની કરપીણ હત્યાના ગુનામાં બે વર્ષ ઉપરાંતથી જેલ હવાલે રહેલ શખ્સની અરજી માનવાના ધોરણે કરેલ જામીન અરજી અદાલતે ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ પડધરી નજીક આવેલા ખાખડાબેલા ગામે રહેતા અજીતસિંહ જાડેજા નામના ગરાસિયા પ્રૌઢની જમીનના વેચાણના મનદુખમાં છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની મૃતકના પુત્ર ચંદ્રસિંહ જાડેજા એ ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામેલ. ચંદ્રસિંહ એ રાજકોટના ગાયત્રીધામ સોસાયટી શેરી નં. ર માં રહેતા જગદીશસિંહ શામતુંભા જાડેજાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં સેસન્સ કોર્ટે આરોપી જગદીશસિંહ જાડેજાની જામીન અરજી રદ કરી હતી.

પોલીીસે આરોપી જગદીશસિંહ ઉર્ફે જગુભા શામતુભા જાડેજાની ધરપકડ કરી પડધરી પો. સ્ટે.માં ઇ.પી.કો.ની કલમ ૩૦ર, ૧ર૦બી, ૩૪ અને ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩પ મુજબની ફરિયાદ દાખલ કરેલી. લાશ આરોપીની વાડીમાંથી જ ખાખરાબેલા ગામેથી મળી આવેલ અને હથિયાર તથા લોહીવાળા કપડાં આરોપી પાસેથી કબ્જે કરેલ આરોપીને તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કરેલ અને પૂરતા પુરાવાઓ મળતા પડધરી પોલિસના તપાસ અધિકારીએ ચાર્જ શીટ દાખલ કરેલ. હાલ બે વર્ષથી રાજકોટની સેન્ટ્રલ જેલમાં રહેલ આરોપીએ પોતાની સંયુકત માલિકીની જમીન પર લીધેલ પ્રાઇવેટ ફાયનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરવા તથા વચગાળાના ૩૦ દિવસના જામીન પર છુટવા પોતાના વકીલ મારફત જ ામીન અરજી કરેલ જેમાં બંને પક્ષોની રજૂઆતો તથા મૂલ ફરિયાદી તરફે રહેલા વકીલ કુલદીપસિંહ જાડેજા એ રજૂ કરેલ લેખિત વાંધાઓ તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇને રાજકોટના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ શ્રી આર. એલ. ઠકકરે નામંજુર કરેલ છે.

આ કામે સરકાર તરફે પી.પી. શ્રી કમલેશભાઇ ડોડીયા તથા મૂળ ફરિયાદી વતી રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા તથા અશોક ચાંદપા રોકાયેલ હતા.

(2:56 pm IST)