Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બળાત્કારના ગુનામાં પકડાયેલ સાયપર ગામના શખ્સના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ,તા.૩ : પુર્વ દુષ્મનાવટને કારણે તેમજ ફરીયાદપક્ષ ઉપર કરેલ ફરીયાદના કારણે વળતા પ્રહાર સ્વરૂપે ફરીયાદ નોંધાવી તેમા છરીની અણી વડે બે વખત અલગ અલગ સ્થળે સંમતિ વગર બળજબરી પુર્વક પરાણે શરીર સબંધ બાંધી બળત્કાર ગુજારવાના આરોપ અન્વયે નોંધાયેલ ફરીયાદના કામે સાયપર ગામના દિનેશ ગોબરભાઈ કયાડાને હાઈકોર્ટ જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો રાજકોટ તાલુકા જીલ્લાના સાયપર ગામે દિનેશ ગોબરભાઈ કયાડાની વાડીએ જતો રસ્તો ફરીયાદપક્ષે સરપંચના પતિ સાથે મળી દબાવી દેતા તે ખુલ્લો કરવા આરોપીપક્ષે રજુઆત કરતા તેનો ખાર રાખી ફરીયાદપક્ષે આરોપીપક્ષ ઉપર હથીયારો વડે જીવલેણ ખુની હુમલો કરતા આરોપીપક્ષે આ કેસના ફરીયાદપક્ષ વીરૂધ્ધ ગુન્હો નોંધાવતા તેનો ખાર રાખી વળતા પ્રહાર સ્વરૂપે પરિણિતાએ બે જુદા જુદા સમયે છરીની અણીએ સમંતિ વગર બળજબરી પુર્વક પરાણે શરીર સબંધ બાંધી બળત્કાર ગુજારેલ હોવા સબંધે આરોપી દિનેશ ગોબરભાઈ કયાડા વીરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.   ઉપરોકત ગુન્હાના કામે આરોપી દિનેશ ગોબરભાઈ કયાડાએ હાઈકોર્ટમા જામીન અરજી કરી હતી.

ઉપરોકત કામમા આરોપી દિનેશ કયાડા વતી રાજકોટના  સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રવી ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઈકોર્ર્ટમાં પ્રતિક જસાણી રોકાયેલ હતા.

(2:57 pm IST)