Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નિલકંઠ હોસ્પિટલના મેડીકલ સ્ટોરના બુકીંગ કલાર્કની જામીન અરજી મંજુર

કોરોનાના ઇંજેકશનના કાળાબજાર કરવાના ગુનામાં

રાજકોટ,તા.૩ : રાજકોટમાં તાજેતરમાં સીવીલ હોસ્પિટલમાંથી કોરોનાની દવા તરીકે વપરાતા રેમડમેસીવર ઇન્જેકશનના વધુ ભાવ પડાવતા હોવા અંગેના પ્રકરણમાં પોલીસ કમીશ્નરની સુચના થી ડી.સી.બી. પો.સ્ટે દ્વારા નોંધાયેલ ફરીયાદમાં ડોકટરની સાથે સહ આરોપી તરીકે નીલકંઠ હોસ્પિટલના મેડીકલ સ્ટોરના સંચાલક તથા બિલીંગ કલાર્કને જોડેલા હતા. સદરહું ફરીયાદ અનુસંધાને હોસ્પિટલના મેડીકલ સ્ટોરના બિંલીંગ કલાર્ક તથા સહ આરોપી પંકજભાઇ વિનોદભાઇ દોમડીયાએ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કરેલ જામીન અરજી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ મંજુર કરેલ છે.

કોર્ટએ પોતાના હુકમમાં સ્પષ્ટ રીતે નોંધેલ છે કે, પોલીસ પેપર્સ ધ્યાને હાલના અરજદાર/ આરોપીએ સદર ઇન્જેકશન પોતાના મેડીકલ સુપર વાઇઝરની સુચનાથી મુળ એમ. આર. પી. થી જે વેચેલ હોવાનું જણાય છે. અર્થાત તેઓએ આવા ઇન્જેકશન વેચીને કોઇ ખોટો આર્થિક લાભ મેળવેલ નથી. તેટલુજ નહીં પરંતુ તેઓનો આ પ્રકરણમાં કોઇ ગુનાહીત રોલ નથી. તેઓએ ફકત પોતાના મેડીકલ સુપર વાઇઝરની સુચનાથ સદર ઇન્જેકશન આપેલા છે. જેથી ફકત તેવા માત્ર કારણથી આરોપી સામે ગુનો થઇ શકે નહીં. જેથી આરોપીને જામીન મળવા જોઇએ તેમ માની આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામમાં અરોપી/અરજદાર પંકજભાઇ દોમડીયા વતી વિવેકભાઇ ધનેશા, કિશન એસ. રાજાણી, વિજય સી. સીતાપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે. 

(2:57 pm IST)