Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નીલ-વ્રીતીકાનું જળ રીચાર્જીંગ અભિયાન ગામડા સુધી વિસ્તર્યુ

રાજકોટ : વરસાદી પાણીને જમીનમાં ઉતારવા સૌને સમજ આપવા છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જનજાગૃતિ અભિયાન ચલાવતા નીલ-વૃીતીકાએ હવે ગામડાઓ તરફ નજર દોડાવી છે. શહેરમાં તો જળ રીચાર્જીંગ સુવિધા હોય તેઓને જ મકાનનું કમ્પલીશન સર્ટીફીકેટ અપાતુ હોય થોડી જાગૃતિ આવી ચુકી છે. પરંતુ ગામડાઓમાં હજુ અવેરનેશની જરૂર હોય તેવુ લાગતા નીલ અને વૃતિકાએ ગામડે ગામડે રેઇન વોટર હાર્વેસ્ટીંગની સમજ આપવાનું શરૂ કર્યુ છે. આ માટે ગામડાઓમાં બોરનું કામ કરવા જતા ઇગલ બોરવેલવાળા બાબુભાઇ અને દીપકભાઇનો સંપર્ક કરી તેમને જ આ પ્રોજેકટ સમજાવાયો હતો. જયાં બોર કરવા જવાનું થાય ત્યાં આ બાબતે સૌને જાગૃત  કરવાનું કામ તેઓને સોંપાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લોહાણા મહાપરિષદ એન્વાયરમેન્ટ કમીટી દ્વારા યોજવામાં આવેલ એક સ્પર્ધામાં પણ નીલ અને વૃીતીકાના પાણી બચાવો આંદોલનના સ્લોગનની પ્રસંશા થયેલ. તેઓને સર્ટીફીકેટ અને મોમેન્ટો અપાયા હતા.

(2:58 pm IST)