Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોરોના કાળમાં ખરા પાર ઉતરેલા પટેલ સમાજના 'ઉમા સેવકો'નું સન્માન

રાજકોટ : કોરોના કાળમાં પણ સમાજના જરૂરીયાતમંદો સુધી સહાય પહોંચાડવા જાત અને જાનના જોખમની પરવા કર્યા વગર સેવારત બનેલા માં ઉમાના સેવકોને સન્માનીત કરવા ઉમિયાધામ સંસ્થાન, પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજન કરાયુ હતુ. સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂનમની સાંજે યોજાયેલા આ વિશેષ સન્માન સમારોહમાં લોકડાઉન દરમિયાન ૧૧૭૭ જરૂરીયાતમંદ પરિવાર સુધી માં ઉમિયાની પ્રસાદીરૂપ રાશન કીટ પહોંચતી કરનાર માં ઉમાના સેવકોને શિલ્ડ અને સન્માનપત્ર એનાયત કરાયા હતા. કોરોના મહામારીના સમયમાં શિક્ષણ કાર્ય ન કથળે તે માટે વિનામૂલ્યે શિક્ષણ સેવા આપનાર સમાજના શિક્ષકોની પણ કદર કરી સન્માનીત કરાયા હતા. પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) અને પટેલ  પ્રગતિ મંડળ (ફિલ્ડમાર્શલ વાડી) ના પ્રમુખ અરવિંદભાઇ પટેલના વડપણ હેઠળ યોજાયેલ આ સમારોહમાં સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જયંતિભાઇ ફળદુ તેમજ ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના ટ્રસ્ટી અશોકભાઇ કાલાવડીયા, પટેલ સેવા સમાજના ટ્રસ્ટી મગનભાઇ ધીંગાણી, જયંતિભાઇ કાલાવડીયા, મંત્રી કિશોરભાઇ ઘોડાસરા, ખજાનચી કાંતિભાઇ મકાતી, કારોબારી સભ્ય પરસોતમભાઇ ડઢાણિયા, ઇશ્વરભાઇ વાછાણી, સંગઠનનું કાર્ય સંભાળતા મનીષભાઇ ચાંગેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિ મંડળના ટ્રસ્ટી અમુભાઇ ડઢાણિયા, મંત્રી સંજયભાઇ કનેરીયા, ખજાનચી જગદીશભાઇ પરસાણીયા, કારોબારી સભ્ય મગનભાઇ વાછાણી તેમજ મહિલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણી, કન્વીનર હેતલબેન કાલરીયા, સંગઠન સમિતિના અધ્યક્ષ રાજેશ્રીબેન રોજીવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)