Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માત્ર ૭૩રર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી : ૧૩ને નાણા ચૂકવાયા

મગફળી વેચવાના સૌથી વધુ ૧પ૧૯ લાભાર્થી ખેડૂતો રાજકોટ જિલ્લાના

રાજકોટ, તા. ૩ : ગુજરાતમાં તા. ર૬થી સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થઇ છે. આ વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને રસ ઓછો છે. આજે બપોર સુધીમાં કુલ  ૧,૦૯,૪૭૬ ખેડૂતોને મગફળી લઇનેઆવવા મેસેજ કરાયેલ જેમાંથી ૭૩રર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી છે. પર૭ ખેડૂતોની મગફળી ભેજ કે અન્ય કારણસર નામંજુર થઇ છે. રાજયના ૧ર૭ કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા ચાલે છે.

અત્યાર સુધીમાં ૧૩,૩પ૦.૭૪ મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવી છે. જેની કિંમત ૭૦૪ર પર લાખ થાય છે. અત્યાર સુધીમાં ૧૩ ખેડૂતોના ખાતામાં મગફળીના નાણા જમા કરાવવામાં આવ્યા છે. કુલ ૪,૭૦,૩૭૮ ખેડૂતોએ મગફળી વેંચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના ૧પ૧૯ ખેડૂતોએ મગફળી વેંચી છે. બીજા ક્રમે ૯૯૭ ખેડૂતો સાથે રાજકોટ જિલ્લો છે. જુનાગઢ અને સોમનાથ જિલ્લાના ૭૦૦-૭૦૦ ખેડૂતોએ અને અમરેલીના ૬૦પ ખેડૂતોએ મગફળી વેંચી છે. પોરબંદર માત્ર ૧૧ ખેડૂતોએ મગફળી વેંચી છે.

(3:00 pm IST)