Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વોર્ડ નં.૩ના જંકશન -બેડીપરા વિસ્તારમાં વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વિકાસ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૦૩માં ૬૯ વિધાનસભાના ધારાસભ્ય અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી જંકશન કો.પ્રો. હાઉસીંગ સોસાયટીમાં રબ્બર પેવિંગ બ્લોક તથા બેડીપરા વિસ્તારની ખેતશીકાળાની શેરી, કામેશ્વર ગોપાલજીની શેરી, કાચબા મંદિરવાળી શેરી, કડીયાવાડ શેરી, ખેતશી વોરાની શેરીઓમાં સી.સી. કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય તથા મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરિયાનાણી, મહામંત્રી હિતેષભાઈ રાવલ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, આ વોર્ડના ભાજપ અગ્રણી સુનીલભાઈ ટેકવાણી, કીરીટભાઈ શેઠ, હસમુખભાઇ, દિનેશભાઈ ઝાલા, વિજયભાઇ કોશિયા, રામભાઈ મોટવાણી, મનીષભાઈ કેશવાણી, જીતેન્દ્ર રોય, ભુપતસિંહ જાદવ, સુરેશભાઇ લાલવાણી, હારૂનભાઈ, અમુતિયાભાઈ, કૈનીભાઈ, મુળજીભાઈ, હિતેષભાઈ, જોષી અમીતભાઈ, અરૂણાબેન, ઉષાબેન, ઇલાબેન, પ્રવિણાબેન, શારદાબેન કેશવાણી આશાબેન દિશાબેન, રીનાબેન, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:03 pm IST)