Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વોર્ડ નં. ૪ ના ટી.પી. સ્કીમના રસ્તા રૂ. ર.૬ર કરોડના ખર્ચે ડામરથી મઢાશે

ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા તથા કોર્પોરેટર પરેશ પીપળીયાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા. ૩ : મ્યુ. કોર્પોરેશનની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત વોર્ડ નં.૦૪માં આવેલ જુદી જુદી ટી.પી. સ્કીમના રોડ પર ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાના પ્રયાસોથી રૂ.૨.૬૨ કરોડના પેવર કામ મંજુર કરાવવામાં આવેલ છે.

આ અંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા દ્વારા જણાવવામાં આવે છે કે, વોર્ડ નં.૦૪ની જુદી જુદી ટી.પી. સ્કીમના રોડ પર આ કામગીરી કરવામાં આવશે. જેમાં, ટી.પી. સ્કીમ નં.૧૨માં અક્ષરપાર્ક મેઈન રોડ હોકર્સ ઝોન નજીક,  ટી.પી. સ્કીમ નં.૧૩માં તિર્થ રેસી. રોડ, સમર્પણ પાર્ટી પ્લોટ રોડ, ભગવતીપરા ૧૨ મી., ૯ મી. ટી.પી. રોડ, શિવરંજની જુનો મોરબી રોડ, શિવ શકિત પાર્ક તથા કિંજલ પાર્કના ટી.પી. રોડ તથા ટી.પી. સ્કીમ નં.૧૪માં તિરૂપતિ પાર્ક મેઈન રોડ, ટી.પી. સ્કીમ નં.૧૭માં ઇ.આર.સી. થી રેલ્વે ટ્રેક રોડ, ઇ.આર.સી. થી મોરબી રોડ(વેલનાથપરા સામે), રાધામીરા ટી.પી. રોડથી મહેશ્વરી પાર્ક, ઠાકોર દ્વાર પાછળ, ઇન્દ્રપ્રસ્થ, શકિત સોયા. ૧૫ મી. ટી.પી. રોડ, રામાણી પાર્ક, સેટેલાઇટ પાર્ક-૨,  ટી.પી. સ્કીમ નં.૧૮માં જલાસાંઈ પાર્ક સામેનો રોડ, મહેશ્વરી પાર્કથી સ્વસ્તિક વિલા ટી.પી. રોડ, આસ્થા વેન્ટીલા ૧૨ મી., ૯ મી. ટી.પી. રોડ, ટી.પી. સ્કીમ નં.૩૧માં સદગુરુ પાર્ક(ભગવતી પરા) ટી.પી. રોડ, રાજલક્ષ્મી મેઈન રોડ, અયોધ્યા પાર્ક તથા વિનાયક ફ્લેટ ટી.પી. રોડ(ભગવતી પરા) વિગેરે ટી.પી. સ્કીમના વોર્ડ નં.૦૪માં પેવર રોડની કામગીરી રૂ.૨.૬૨ કરોડના ખર્ચે કરવામાં આવશે તેમજ વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.

(3:34 pm IST)