Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રૂ. ૩૧ લાખના ચેક રિટર્ન થતાં ગોડસન બેન્કીંગ સીસ્ટમ પ્રા. લી. સામે ફરિયાદ

રાજકોટ તા. ૩: રૂ. ૩૧,૧પ,૧ર૪/- ના ત્રણ ચેકો રીર્ટન થતાં ગોડસન બેન્ડીંગ સીસ્ટમ પ્રા. લી.ની સામે રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવેલ છે.

રાજકોટમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જયશ્રી મશીન ટુલ્સ પ્રા. લી.ના મેનેજીંગ ડાયરેકટર નલિનભાઇ દયાળજીભાઇ હરસોરા કે જેઓ હાઇડ્રોલીક અને મિકેનીકલ મશીનરીનું ઉત્પાદન કરે છે તેઓની પાસેથી રાજકોટમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ગોડસન બેન્ડીંગ સીસ્ટમ પ્રા. લી.ના ડાયરેકટર પારસભાઇ ઇશ્વરભાઇ વાઘેલાએ, વેપારી સંબંધો તથા જ્ઞાતિ બંધુના હિસાબે ઉધાર માલ કે જેમાં હાઇડ્રોલીક પ્લેટ બેન્ડીંગ મશીન, હાઇડ્રોલીક પ્રેસબ્રેક મશીન વગેરે જેવી આઇટમો આશરે રૂ. ૭ર,૧૬,૧ર૪/-, બુકસ ઓફ એકાઉન્ટ મુજબ ઉધારમાલ ખરીદ કરેલ.

આ પૈકી કટકે કટકે બેંક ટ્રાન્ઝેકશન દ્વારા રૂ. ૪૧,૦૧,પ૦૦/- ચુકવેલ. પરંતુ ત્યારબાદની કાયદેસરની લેણી બાકી નીકળતી રકમની ચુકવણી કરવા વાસ્તે રૂ. ૧૦,૦૦,૦૦૦/-, રૂ. ૧૦,પ૭,પ૬ર/-, રૂ. ૧૦,પ૭,પ૬ર/- ના કુલ ત્રણ ચેકો લખી આપેલ અને વિશ્વાસ, ખાત્રી અને બાંહેધરી આપેલ કે સદરહું ત્રણેય ચેકો બેંકમાં રજુ કર્યેથી પાસ થઇ જશે અને તમોને તમારી રકમ મળી જશે.

આમ વિશ્વાસ રાખીને, ફરિયાદી કંપનીએ, આરોપી કંપની પાસેથી ચેક સ્વીકારેલ અને તેઓની સુચના અનુસાર ફરિયાદીએ બેંકમાં રજુ કરેલ. પરંતુ ઇન્સફીશ્યન્ટ ફન્ડસના કારણે ત્રણેય ચેકો બેંકમાંથી રીર્ટન થયેલ. જેથી કાયદા મુજબ તથા નિયમ મુજબ, સમય મર્યાદામાં ફરિયાદી કંપનીએ આરોપી કંપનીને તેમના એડવોકેટશ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા લીગલ ડીમાન્ડ સ્ટેચ્યુટરી નોટીસ આપેલ. જે નોટીસ મળી ગયેલ હોવા છતાં પણ તેનું પાલન કરેલ નહીં કે રકમ ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ પણ આપેલ નહીં. જેથી છેવટે ત્રણ ચેક રીર્ટન થવા સબબની ફોજદારી ફરિયાદ રાજકોટની ચીફ જયુડી. મેજી. કોર્ટમાં (સ્પે. કોર્ટમાં) દાખલ કરેલ.

આ કામમાં ફરિયાદી-જયશ્રી મશીન ટુલ્સ પ્રા. લી.ના મેનેજીંગ ડાયરેકટર નલિનભાઇ દયાળજીભાઇ હરસોરા વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, ભરતભાઇ જોષી, મનીષભાઇ બી. ચૌહાણ, સોનલબેન ગોંડલીયા રોકાયેલ છે.

(3:35 pm IST)