Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વાહન ચોરીના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર રાજેશ ઉર્ફે રાજુ પકડાયો

ફરલો સ્કવોર્ડની ટીમે રાજુને કૃષ્ણનગર સોસાયટી પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૩: પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર કાચા કેદીને પેરોલ ફરલો સ્કવોડની ટીમે કૃષ્ણનગર સોસાયટીમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ પેરોલ રજા પરથી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી અને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપતા પેરોલ ફરલોી સ્કવોડના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડ કોન્સ. ધમભા જાડેજા, બાદલભાઇ દવે, હેડ કોન્સ. દીગ્વીજયસિંહ જાડેજા, ઝાહીરભાઇ ખફી, બકુલભાઇ વાઘેલા, કોન્સ. જયદેવભાઇ પરમાર, ધીરેનભાઇ ગઢવી, કીશોરદાન ગઢવી, મહંમદ અઝરૂદીનભાઇ બુબારી, મહિલા કોન્સ. ભુમીકાબેન ઠાકર, સોનાબેન મુળીયા તથા હરીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદેવભાઇ અને કીશોરદાનને મળેલી બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ ફરાર કેદી રાજેશ ઉર્ફે રાજુ નથુભાઇ કુશ્વાહ (ઉ.વ. ૩૧) (રહે. કૃષ્ણનગર સોસાયટી શેરી નં. ૬ રેલનગર મેઇન રોડ) ને કૃષ્ણનગર સોસાયટીમાંથી ઝડપી લઇ જેલમાંથી ધકેલી દેવામાં આવ્યો હતો.

(3:36 pm IST)