Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વોર્ડ નં.૧૫માં રામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ડામરથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં વોર્ડનં.૧૫માં આવેલ રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોંગી કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી વશરામભાઇ સાગઠિયાની રૂ.૩૫ લાખ/- ના ખર્ચે રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની શેરીઓમાં ડામર કામ થશે જે કામનું ખાતમુહૂર્ત કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ વશરામભાઈ સાગઠીયા (વિરોધપક્ષના નેતા), મકબુલભાઈ દાઉદાણી, માસુબેન હેરભા, ભાનુબેન સોરાણી દ્વારા ખાતમુહૂર્ત કરાવ્યું છે તેમજ વોર્ડના કોર્પોરેટરો દ્વારા વિસ્તારના લોકોના કામો કરવા હરહમેશ તત્પર રહેતા હોય છે ત્યારે વિસ્તારના વર્ષો જુનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે પ્રસંગે રમેશભાઈ હીરપડા, ભુસભાઈ ઢોલરીયા, મેપાભાઇ મોલીયા, કોંગ્રેસપક્ષના આગેવાનો રામભાઈ હેરભા, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર, હીરાભાઈ ચાવડા, ગીરીશભાઈ વાણીયા, કનુભાઈ કરપડા,જોરૂભાઈ માંજરીયા સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)