Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વોર્ડ નં.૨માં ચુડાસમા પ્લોટ તથા ધ્રુવનગર વિસ્તારમાં ડામર રી -કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં શાસકો દ્વારા ઙ્કસૌનો સાથ સૌનો વિકાસઙ્ખ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં રૈયા રોડ પર આવેલ ચુડાસમા પ્લોટ તથા ધ્રુવનગર વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરો મનીષભાઈ રાડીયા,જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, તથા સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી, ગુલાબસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, મહેશભાઈ ચૌહાણ, હિતેશભાઇ પરમાર, ઇન્દ્રસિંહ નકુમ, કમલેશભાઈ સોરઠીયા, નિમેશભાઈ ઠકરાર, દિલીપભાઈ બુધ્ધદેવ, અજયસિંહ જાડેજા, યુવરાજસિંહ સરવૈયા, નિલેશભાઈ તેરૈયા, રાજેન્દ્રસિંહ ગોહેલ, મિથુનભાઈ પ્રેમાણી, પૃથ્વીરાજસિંહ વાળા, રાજુભાઈ પારેખ, વિરેનભાઈ વ્યાસ, છેલ્લભાઈ, વિજભાઈ કકડ, ઇન્દ્રવદનભાઈ રાજયગુરૂ, દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, દેવ્યાનીબેન રાવલ, હર્ષિદાબા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)