Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કડવા ચોથ વ્રતની તૈયારીમાં બહેનો વ્યસ્ત

પતિની સુખાકારી અને દિર્ઘાયુ માટે મહિલાઓ દ્વારા કડવા ચોથનું વ્રત કરવામાં આવતુ હોય છે. આવતી કાલે બુધવારે શિવયોગમાં કડવા ચોથ છે. આ વ્રતમાં બહેનો આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે. રાત્રે ચંદ્ર ઉગે ત્યારે અર્ધ્ય અર્પણ કરી ચારણીમાંથી પતિનું મુખ જોયા બાદ પતિના હસ્તે જળ અને ભોજન કરી વ્રત છોડે છે. આવતીકાલે કડવા ચોથ હોય વ્રત માટે પૂજા સહીતની સામગ્રીમાં વ્યસ્ત બહેનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)