Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રેલ્વે દ્વારા મેગા ડીમોલીશન : ગોંડલ રોડ બ્રીજ નીચે ત્થા લોહાનગરમાં ૧૦૦થી વધુ ઝૂંપડા દૂર કરાયા

રાજકોટ : અત્રેનાં રેલ્વે તંત્ર દ્વારા આજે  સવારે ગોંડલ રોડ બ્રીજ નીચે રેલ્વે લાઇનની બંને તરફ તથા ભકિતનગર પાસે લોહાનગરમાં રેલ્વેની જમીનમાં ઉભી થઇ ગયેલ ગેરકાયદે ઝુપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવી દીધું હતું. તે વખતની તસ્વીરમાં રેલ્વે લાઇન આસપાસ દૂર કરાયેલા કાચા-પાકા ઝુપડાનો કાટમાળ નજરે પડે છે.  નોંધનિય છે કે આ રેલ્વે લાઇન તથા લોહાનગર ઝુપડપટ્ટીના દબાણનો પ્રશ્ન વર્ષો જુનો હતો દરમિયાન આજે એકાએક રેલ્વેએ આ દબાણો પર બુલડોઝર ફેરવી જમીનનો ખુલ્લી કરાવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:43 pm IST)