Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઉત્સવોના પ્રેમ સંમેલન એવા દિપોત્સવી પર્વે સૌને શુભેચ્છા : મોહનભાઇ કુંડારીયા

રાજકોટ તા. ૩ : સાંસંદ મોહનભાઈ કુંડારીયા એ શહેરીજનોને વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નુતન વર્ષ અને ભાઈબીજ જેવા ઉત્સવોના પ્રેમ સંમેલન એવા દિપોત્સવી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો શરદપૂનમના બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. પ્રકાશના આ પાવન પર્વ જન– જન ના જીવનમાં દીવાળીનીં ખુશીઓના રંગ રેલાય ત્યારે  દિવાળી એટલે અંધકારમાંથી ઉજાશ લાવતુ પર્વ છે દીપોત્સવી ના આ પર્વ થકી રંગબેરંગી આતશબાજી, આકાશમાં રંગોળી  જેવા મનમોહક દ્રષ્યો થકી જનમાનસ ના મનમંડળમાં આનંદ–ઉત્સાહમાં વધારો  થાય છે. દરેક શહેરીજનો પ્રકાશના આ પર્વ દિપોત્સવી પર ખુશીઓનો અખંડ દીપ પોતાના અંતરમાં પ્રગટાવે અને આવનારૂ નુતન વર્ષ ખુબ– ખુબ સુખાકારી નીવડે તેમ શુભેચ્છા પાઠવતા મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું છે.

(3:02 pm IST)