Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કેવડાવાડીમાં કપડાના વેપારી મિલનભાઇ અને ભાણેજ નિતીનને અજાણ્યાએ ઘુસ્તાવ્યો

ભાણેજના વાહન સાથે અજાણ્યાએ બાઇક અથડાવતાં ડખ્ખો

રાજકોટ તા. ૩: થોરાળાના અવધ પાર્કમાં રહેતાં અને કેવડાવાડીમાં સપના સોડા પાસે વિરાજ ફેશન નામે રેડીમેઇડ કપડાનો ધંધો કરતાં મિલનભાઇ જસાભાઇ ગેડીયા (ઉ.૩૬) અને તેના ભાણેજ નિતીન અનિલભાઇ વાઢેર (ઉ.૧૯)ને દૂકાન પાસે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારતાં બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

મિલનભાઇના કહેવા મુજબ તેનો ભાણેજ નિતીન બાઇક લઇને દૂકાન પાસે આવ્યો ત્યારે પાછળથી અજાણ્યાએ બાઇક અથડાવતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં મારકુટ કરી લીધી હતી. પોતે બચાવવા જતાં પોતાના પર પણ હુમલો કર્યો હતો. હુમલો કરનારા આ વિસ્તારમાં જ પડ્યા પાથર્યા રહે છે.

તેમ વધુમાં તેણે જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)