Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા યુવા મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટઃ મહાનગરપાલિકાના યુવા મેયર ડો.પ્રદિપ ડવએ પોતાની જીવનસફરના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે ડો.પ્રદિપ ડવએ  વોર્ડ નં.૧૨માં આવેલ રૂપ સોસાયટીના કોમન પ્લોટમાં ૩૮ ઔષધીય વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની સંવેદના વ્યકત કરી હતી. તેમજ ત્યારબાદ સદભાવના વૃધ્ધાશ્રમમાં વૃદ્ઘોને ભોજન કરાવી, વૃદ્ઘોના આશીર્વાદ મેળવી વૃદ્ઘો પ્રત્યે પોતાની સદભાવના વ્યકત કરીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તે વખતની તસ્વીર.

(3:13 pm IST)