Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ખેતી બેંકના લોનધારકે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ

૬૦ દિવસમાં ચેકની રકમ ન ચુકવે તો છ માસની વધુ સજા

રાજકોટ તા. ૩ :.. ખેતી બેન્કના લોન ધારકે બેન્કની રકમ પેટે આપેલ ચેક પરત ફરેલ હોય જે અંગેના ફોજદારી કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેક રકમનું વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે, ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેન્ક) જિલ્લા કચેરી, રાજકોટના અધિકૃત અધિકારી, રવીરાજસિંહ બહાદુરસિંહ ઝાલાએ ફરીયાદી બેન્કની જસદણ શાખાના લોન ધારક જસમતભાઇ ઝવેરભાઇ ડેરવાળીયા રહે. મું. વાંગધ્રા, તાલુકો, જસદણ વાળાએ બેન્કની લેણી નીકળતી રકમ પેટે રૂ. ૧,૬૭,૬૬ર નો ચેક આપેલ હતો જે ચેક 'ફંડ ઇનશફીશીયન્ટ' ના શેરા સાથે રીર્ટન થતા ફરીયાદી તરફથી તેમના એડવોકેટ મારફત નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી વિરૂધ્ધ નેગોશીયેબલની સ્પે. કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલ પુરાવો તથા તમામ જરૂરી દસ્તાવેજો નામદાર કોર્ટમાં રેકર્ડ પર રજૂ કરેલ હતાં. આરોપી તરફથી કોઇ પુરાવાઓ રજૂ કરવામાં આવેલ ન હોય, તેમજ કેસ ચલાવવા કોઇ તજવીજ કરેલ ન હતી. કોર્ટના રેકર્ડ પર આવેલ પુરાવાઓ ફરીયાદીની તરફેણનાં હોય અને આ પુરાવા ન માનવા કોઇ કારણ ન હોય તેવી ફરીયાદીના વકીલની રજૂઆતો કરવામાં આવેલ હતી. તેમજ ચેક રીર્ટન અંગેનો તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. તેમજ વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી ફરીયાદીના વકીલ  દ્વારા દલીલો તથા રજૂઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદીના વકીલશ્રી દ્વારા દલીલો તથા રજૂઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદી પોતાનો કેસ સંપૂર્ણ પણે સાબિત કરેલ હોય અને આરોપીને મહત્મ સજા અને ફરીયાદીને વળતર ચૂકવવા રજૂઆત કરેલ હતી.

તમામ રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી. શ્રી એન. એચ. વસવેલીયા મેડમે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રૂ. ૧,૬૭,૬૬ર ફરીયાદીને વળતર પેટે દિવસ ૬૦ માં ચૂકવી આપવા અને જો આરોપી આ વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી બેન્ક વતીવકીલ તરીકે મુકેશ આર. કેશરીયા, રાજેશ એન. મંજૂસા, સંજયસિંહ આર. જાડેજા રોકાયેલ હતાં. 

(3:14 pm IST)