Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભરણપોષણના કેસમાં પત્નિ અને સંતાનોને માસીક ૧૭ હજાર વચગાળાના ચુકવવા હુકમ

રાજકોટ,તો ૩ : અત્રે ભરણપોષણના કેસમાં પત્ની તથા સગીર સંતાનોને માસીક રૂ. ૧૭,૦૦૦ વચગાળાના ભરણપોષણ પેટે ચુકવવાનો પતિ વિરૂધ્ધ ફેમીલી કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની હકકીત એવી છે કે, આ કામના અરજદાર વુલીબેન મનજીભાઇ બોચીયા વિ.રહે. રાજકોટવાળાએ પોતાની પતિ મનજીભાઇ મેપાભાઇ બોચીયા એટલે કે સામાવાળા રહે. જામનગરવાળા વિરૂધ્ધ ક્રિ.પો.કોડની કલમ ૧૨૫  મુજબ ભરણપોષણ મેળવવા  ફેમીલી કોર્ટના વકીલ અલ્પેશ વી.પોકીયા મારફત રાજકોટ ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી.

કેસની વિગત એવી છે કે આ કામના અરજદાર તથા સામાવાળાના લગ્ન આશરે ૧૯ વર્ષ પહેલા જામનગર મુકામે થયેલા અને સહલગ્નજીવન વીતવવાની શરૂઆત ગાંધીધામ મુકામે સામાવાળા સાથે કરેલ. બંનેના સહલગ્નજીવનથી સંતાનમાં (૧) સ્નેહા (પુત્રી), (૨) યશ (પુત્ર) એમ બે સંતાનોને જન્મ થયેલ હતો. જે હાલ બંને સગીર સંતાનો અરજદાર પાસે છે. લગ્નજીવનના થોડા સમયબાદ સામાવાળા દ્વારા અરજદાર તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલ હતા. આ સમયગાળા દરમ્યાન સામાવાળાએ નીભાવી ન હોય તેથી અરજદાર સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરેલ ત્યારબાદ કોર્ટએ સામવાળાને નોટીસ ઇશ્યુ કરવામાં આવેલ અને તેઓ કોર્ટ સમક્ષ હજર થયેલ હતા.

અરજદારના એડવોકેટ અલ્પેશ વી.પોકીયાની દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના ફેમીલીકોર્ટ જજ શ્રી ડી.કે.છાટબારે અરજદારની અરજી મંજૂર કરી વચગાળાના ભરણપોષણ પેટે અરજદાર નં. ૧ને માસીક રકમ રૂ. ૫૦૦૦ તથા સગીર સંતાનો પ્રત્યેકને માસીક રૂ. ૬૦૦૦ મળી કુલ રૂ. ૧૭૦૦૦ મુળ અરજીની તારીખથી નિયમીત સામાવાળા પતિએ અરજદારોને ચુકવી આપવી તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર વુલીબેન મનજીભાઇ બોચીયા વતી પીએન્ડઆર લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના રાજ્યગુરૂ, અમીત વી.ગડારા, ભાર્ગવ જે.પંડ્યા, કેતન જે.સાવલીયા, પરેશ બી.મૃગ, રીતેષ ટોપીયા વગેરે રોકાયેલ હતા.

(3:15 pm IST)