Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બહુમાળી ભવન - ચુનારાવાડ ચોક - એ.જી. ચોક ઝળહળ્યો

ત્રણ સ્થળો પર રૂ. ૧૦.૫૨ લાખના ખર્ચે હાઇમાસ્ટ લાઇટના પોલ મુકાયા : પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ

રાજકોટ તા. ૩ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૨ બહુમાળી ભવન ખાતે, ઇસ્ટ ઝોન વોર્ડ નં.૧૫ ચુનારવાડ ચોક ખાતે, વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૦ એ.જી. ચોક ખાતે કુલ રૂ.૧૦,૫૨,૦૦૦ના ખર્ચે હાઈમાસ્ટ લાઈટનું પદાધિકારીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૨ બહુમાળી ભવન ખાતે મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, મીનાબા જાડેજા, વોર્ડ પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, તથા શહેરના હોદેદારો, ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્ટ ઝોન વોર્ડ નં.૧૫ ચુનારાવાડ ચોક ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ભાજપ શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વિપક્ષ નેતા, ભાનુબેન સોરાણી, વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર, વોર્ડ પ્રભારી જીણાભાઇ ચાવડા, પ્રમુખ સોમભાઈ ભાલીયા, મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી તથા શહેરના હોદેદારો, ઉપસ્થિત રહ્યા હતા.

વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૦ એ.જી. ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ પ્રભારી પ્રવીણભાઈ મારૂ, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા શહેરના હોદેદારો, ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ નં.૧૫ના સંગઠન સભ્યો મહેશભાઈ અઘેરા, નાનજીભાઈ પારઘી, ભીખુભાઈ ડાભી, વિનુભાઈ કુમરખાણીયા, વિભાભાઇ જોગરાણા, ગીતાબેન પારઘી, સંગીતાબેન પેઢડીયા, કમલેશભાઈ બગડાય, મયુરભાઈ દરબાર, સરદભાઈ તલસાણીયા, અનિતાબેન દેસાઈ, બીપીનભાઈ પરમાર, ઉજેશભાઈ દેશની, અજયભાઈ ચાવડા, પુરણદાસ, પુનાભાઈ ડાભી, રાખીયાબેન સરવૈયા, વિજયભાઈ પરમાર, ઈશુભાઈ, આસીફભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ. તેમ રાજકોટ મહાનગરપાલિકા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:16 pm IST)