Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મેડીકલનું પ્રવેશ દ્વાર બનતી પ્રિમીયર સ્કુલ : શ્રેષ્ઠ પરિણામની વિજયકૂચ

'લર્નર ટુ ડે, લિડર્સ ટુમોરો'ના સ્લોગનથી ચાલતી પ્રિમીયર સ્કુલ કોરોના કાળમાં અવ્વલ પરિણામ : ૨૨૪માંથી ૧૦૦થી વધુ છાત્રો એમબીબીએસ મેરીટમાં સ્થાન પામશેઃ ૬૭૦થી વધુ ગુણ મેળવતા ૪ છાત્રો, સતત પદ્ધતિસરનું શિક્ષણ અને કસોટી સફળતાની સીડી બને છે : પ્રિમીયર સ્કુલના સંચાલક નેહાબેન દેસાઈ, મનનભાઈ જોષી, નિરવભાઈ બદાણી, મુકેશભાઈ તિવારીના નેતૃત્વમાં નીટ અને જેઈઈમાં સર્વોત્તમ કારકિર્દીનું ઘડતર કરતા વિદ્યાર્થીઓ

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે રાજકોટની પ્રિમીયર સ્કુલના સંચાલક નેહાબેન દેસાઈ, મુકેશભાઈ તિવારી સાથે નીટના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વંદિત શેઠ, દિવ્ય ગાંભવા, શ્રેય સેલડીયા, યશ માકડીયા, વત્સલ દલસાણીયા, સૌમ્ય મોણપરા, રાહુલ પરમાર, ઓમ વિભાકર, શ્રુતિ ચૌહાણ, તરલ ગોંડલીયા નજરે પડે છે. ઈન્સેટ તસ્વીરમાં પ્રિમીયર સ્કુલના નીરવભાઈ બદાણી અને મનનભાઈ જોષી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૩ : મેડીકલ પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની નીટની પરીક્ષામાં રાજકોટની પ્રિમીયર સ્કુલે વધુ એક વખત તેની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. દિવાળીના મહાપર્વમાં જાહેર થયેલુ નીટના પરિણામમાં પ્રિમીયર સ્કુલ ઈંગ્લીશ મીડીયમનું પરિણામ અને જેઈઈના પરિણામમાં પણ પ્રિમીયર સ્કુલના તેજસ્વી તારલાઓએ મેદાન માર્યુ છે.

મેડીકલનું પ્રવેશ દ્વાર બની ગયેલ રાજકોટની પ્રિમીયર સ્કુલે નીટના પરિણામમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રિમીયર સ્કુલનો તેજસ્વી તારલો વંદિત શેઠ ૭૦૧ ગુણ સાથે ઓલ ઓવર ઈન્ડિયા યુઆર રેન્ક ૮૫મો આવ્યો છે. વંદિત શેઠને બાયોલોજીમાં ૩૬૦માંથી ૩૬૦ ગુણ, કેમેસ્ટ્રીમાં ૧૮૦માંથી ૧૬૬ ગુણ અને ફીઝીકસમાં ૧૮૦માંથી ૧૭૫ ગુણ આવ્યા છે. જયારે દિવ્ય ગાંભવા ૬૯૬ ગુણ, સેરડીયા શ્રેય ૬૯૧ ગુણ, ૬૯૦ ગુણ સાથે યશ માકડીયાએ મેદાન માર્યુ છે.

પ્રિમીયર સ્કુલના નેહાબેન દેસાઈએ જણાવ્યુ હતું કે નીટના પરિણામમાં કુલ ૨૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૭૦૦ ઉપર એક વિદ્યાર્થી, ૬૯૦થી વધુ ગુણ મેળવતા ૪ વિદ્યાર્થીઓ, ૬૫૦થી વધુ ગુણ મેળવતા ૧૪ વિદ્યાર્થીઓ અને ૨૯ વિદ્યાર્થીઓ ૬૦૦થી વધુ ગુણ હાંસલ કર્યા છે. તો ૬૧ વિદ્યાર્થીઓએ ૫૨૫થી વધુ ગુણ મેળવ્યા છે. ૪૭૫થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૯૭ છે.

નીટની પરીક્ષામાં આસમાની સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ કહે છે કે પ્રિમીયર સ્કુલનું એક અઠવાડીયામાં ૩ ટેસ્ટ, દર ૧૫ દિવસે નીટની પરીક્ષા, કોમ્પીટીશન, એકઝામ, વાંચન - લેખન અને ડાઉટ સોલ્વ અને શિક્ષકો સર્વશ્રી મનનભાઈ જોષી, નેહાબેન દેસાઈ, નીરવભાઈ બદાણી અને મુકેશભાઈ તિવારીનું સફળ માર્ગદર્શન અમારા માટે સફળતાની સીડી બની છે.

તાજેતરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પ્રીમીયર સ્કુલ પોતાનાના વિસ્ફોટક પરીણામ થી ગુજરાત તથા સૌરાષ્ટ્રને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે.

નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં સતત ૭ વર્ષથી અગ્રેસર રહેતી પ્રીમીયર સ્કુલ આ પહેલા સૌ પ્રથમ ૬૦૦ માર્કસ ઉપર પણ વિદ્યાર્થીઓ આવેલા, આ વખતે ૭૦૦ માર્કસ પણ વિદ્યાર્થીઓને આવેલ છે.

પ્રિમીયર સ્કુલના પરિણામ કોરોનાના કપરા કાળમાં અને લોકડાઉન જેવી પરિસ્થિતીમાં પણ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને નીટ માટેની ટેસ્ટ સીરીઝ અને રીવીઝન લેકચરની ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વિદ્યાર્થીઓએ ભરપુર ઉપયોગ કર્યો. સતત મોનિટરીંગ, મોટીવેશન અને ડાઉટ સોલવિંગ દ્વારા ટીમ પ્રીમીયરના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી, આ અવ્વલ દરજજાનું પરિણામ મેળવ્યું છે.

પ્રીમીયર સ્કુલના વિદ્યાર્થીઓએ સિધ્ધિના ૪ પગથીયા 'સ' ને વરેલી છે. જેમાં સખ્ત પરિશ્રમ, સાતત્યભર તાલીમ, સંતુલિત કાર્યશૈલી, સભર જીવનશૈલી એટલે તેઓ સરવાળો શ્રેષ્ઠ પરિણામ થાય છે. વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપી અને તેમણે તેના નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં ટીમ પ્રીમીયર છેલ્લા ૭ વર્ષથી સદૈવ અગ્રેસર હોય છે.

પ્રીમીયર સ્કુલના વિદ્યાર્થીઓએ નીટ ના પરિણામમાં ૭ર૦ માંથી ઉચ્ચ ગુણ મેળવીને દર વર્ષે સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત કરી ડોકટર બનવાનું સપનું સાકાર કર્યુ છે.

પ્રીમીયર સ્કુલનું નીટનું પરિણામ એક કિર્તીમાન સ્વરૂપ છે. તેમાં સૌરાષ્ટ્રમાં ૭૦૧ માર્કસ સાથે પ્રીમિયર સ્કુલના વિદ્યાથી વંદિત શેઠ સૌથી આગળ છે. ૬૯૦ થી વધુ ગુણ મેળવતા ૪ (ચાર) વિદ્યાર્થીઓ છે. ૧૪ વિદ્યાર્થીઓને ૬પ૦થી વધુ ગુણ હાંસલ કર્યા છે. ર૯ વિદ્યાર્થીઓએ ૬૦૦ થી વધુ ગુણ મેળવેલ છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પરીક્ષા જયારે સપ્ટેમ્બરમાં પાછળ જવાની હતી ત્યારે શિક્ષકોએ ફરીથી બધા વિષયનું સારી રીતે રિવિઝન કરાવ્યું. કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓના માટે પ્રિમિયર સ્કુલ ના શિક્ષકો ર૪ *૭ હમેશા ખાલી ડાઉટ નહીં પણ વિદ્યાર્થીઓને પુરેપુરુ પરીક્ષા માટેનું પ્રોત્સાહન અને કૌંસલિંગ દ્વારા મોટીવેશન પણ આપતા હતા.

પ્રીમિયર સ્કુલના સંચાલક અને વિદ્યાર્થીઓ કુનેહ પારખનાર નેહા દેસાઇ, મનન જોશી, નીરવ બદાની, મુકેશ તિવારીએ પ્રિમીયર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓ અને કોર મેનેજમેન્ટ ગ્રૃપના શિક્ષકો દ્વારા વીકલી ટેસ્ટ, ડાઉટ સોલવિંગ સેસ્ન, ઉત્તમ મટીરિયલ, ઉત્કૃષ્ટ તાલીમ અને વિદ્યાર્થી કેન્દ્રીત મેથોડોલોજી થકી આ પ્રકારના શ્રેષ્ઠતમ પરિણામ છેલ્લા ૭ વર્ષથી આપી રહી છે અને આપતી રહેશે, એવા ધ્યેય સાથે આગેકૂચ કરી રહી છે. ધો. ૬ થી જ જેઇઇ અને નીટ ફાઉડેશન થકી સાઇન્સ અને મેથ્સ માટે વધારે તૈયારી કરવામાં આવે છે.

પ્રીમિયર સ્કુલના વિદ્યાર્થીઓ મેડિકલ ઉપરાંત એજીન્યરીંગમાં પણ ડંકો વગાડે છે. જેઇઇ એડવાન્સ જેવી પરીક્ષામાં પણ આ જ સંસ્થાના વિદ્યાર્થી ઓમ કારિયા ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓને ઓછા પ્રચલિત પણ ખુબ જ સનમાનનીય સ્કોલરશિપ જેવી કે  કેવીપીવાય. (કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના) ઓલમ્પિયાડ, એનટીએસઇ જેવા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.

રાજકોટના વિદ્યાર્થીઓ નીટ/ જેઇઇમાં એસઆરએમ/ વીઆઇટીમાં ે એમ્સ/ જીપમેર સાથે બોર્ડ, સીઇટીમાં અવ્વલ સાબિત થાય છે. આ બતાવે છે કે રાજકોટનું શિક્ષણ સ્તર દેશના અન્ય નામાંકિત શહેર સાથે કદમ મિલવે છે અને કયારેક તો એક કદમ આગળ પણ રહે છે.

(3:17 pm IST)