Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિવાળીના તહેવારની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જયાબેન હરીભાઇ ડાંગર

રાજકોટ તા. ૩ : ભારત અને વિદેશમાં વસતા ભારતીયો જેની ઉત્સાહભેર ઉજવણી કરતા હોઈ તેવા પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવાર નિમિતે શહેરીજનોને રોશની સમિતિના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરે શુભેચ્છા પાઠવી છે.

દિવાળીનું મહત્વ તો બધા જ જાણે છે. પરંતુ દિવાળી એક એવો તહેવાર કહી શકાય જયાં અમીર, ગરીબ, બાળક અને વૃદ્ઘ સૌ કોઈ એક અનેરા ઉત્સાહ સાથે આ તહેવારને ઉજવે છે. પરિવારની સાથે રહી દિવાળીના પાવન પર્વની તૈયારીઓમાં ભાગ પણ લે છે. આ પર્વ આપણા સૌના જીવનમાં દર વર્ષે ખુશીઓ અને સકારાત્મકતા લઈને આવે તેવી ઈશ્વરને પ્રાર્થના તેમજ આ પર્વ આપણા જીવનને નવરંગોથી ભરપુર બનાવે તેવી અંતમાં જયાબેનએ શુભકામના પાઠવી હતી.

(3:34 pm IST)