Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મ.ન.પા.નાં ચોથા વર્ગ કર્મચારી મંડળ દ્વારા રાસોત્સવ યોજાયો : કર્મચારીને વિદાયમાન-અધિકારીઓનું સન્માન

રાજકોટ : મહાનગરપાલીકાના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે કર્મચારી એકતા મંડળ દ્વારા તાજેતરમાં યોજાયેલ રાસોત્સવમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટની નામાંકિત સર્વોતમ હોસ્પિટલના રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા ડો.આશિષ ગણાત્રા, બાળકોની અમૃતા હોસ્પિટલના ગોલ્ડ મેડાલીસ્ટ એવા ડો. જય ટી. ધીરવાણી યુ ટર્ન ઓપ્ટીકલના ઓનર ઉમેશભાઇ શેઠ, આસી.મેનેજર એ.બી. ચોલેરા સહે, હરેશભાઇ લખતરીયા, એડવોકેટ એચ.કે.મકવાણા, બિઝનસમેન જીતેન્દ્રભાઇ લુણાગરીયા, લતાબેન લુણાગરીયા, બિલ્ડર વિરેન્દ્રભાઇ પંડ્યા, નરેશભાઇ પરમાર વિગેરે મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર. આ રાસોત્સવની સાથે રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખાના કર્મચારી અમિનભાઇ નાગોરી વયમર્યાદાના કારણે નિવૃત થતા હોય તેનું વિદાયમાન રાજકોટ મહાનગરના કર્મચારીઓ અને તેમના પરિવારની હાજરીમાં અને રાજકોટના મેયરશ્રી ડો.પ્રદિપ ડવના હસ્તે વિદાયમાન અપાયેલ. જ્યારે કર્મચારીઓના હમદર્દ એવા આસી. મેનેજર અમિતભાઇ ચોલેરાનું જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે સાલ ઓઢાડી અને શિલ્ડ અર્પણ કરીને એકતા મંડળ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા એકતા મંડળના તમામ હોદ્દેદારો અને ઇશ્વરભાઇ સોલંકીના હસ્તે આસી. મેનેજર હરેશભાઇ લખતરીયાનું પણ સાલ ઓઢાડી અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. આ રાસોત્સવમાં ભાગ લેનારા ખેલૈયાઓને તેમની મહેનતના ફળ સ્વરૂપ ઇનામો એડવોકેટ હર્ષાબેન મકવાણા, આસી. મેનેજર હરેશભાઇ લખતરીયા, એકાઉન્ટન્ટ ઇશ્વરભાઇ સોલંકી, જ્યોત્સનાબેન ડોબરીયા, રાજુભાઇ દૂધરેજીયા, જીતેન્દ્રભાઇ લુણાગરીયા, લતાબેન લુણાગરીયા તેમજ એકતા મંડળના હોદ્દેદારો દ્વારા ઇનામો અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.  એકતા મંડળ દ્વારા કર્મચારી પરિવાર રાસોત્સવને સફળ બનાવવા માટે હરેશભાઇ ચાંચિયા, લલીતભાઇ સોલંકી, મુકેશભાઇ વાણીયા, શામજીભાઇ ઇહોર, કૌશિકભાઇ સોલંકી, રાઘવજીભાઇ બાબરીયા, મહેશભાઇ સાવંત, જયેશભાઇ ગોંડલીયા, આશિષભાઇ બુવારીયા, અને મનીષભાઇ ગોંડલીયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)