Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા મંત્રીશ્રી રૈયાણી અને સેવાભાવી નિવૃત શિક્ષકોનું સન્માન

રાજકોટ : ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં રાજય કક્ષાના મંત્રી તરીકે અહીંના સામા કાંઠા વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની થયેલ નિયુકિત બદલ પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરાયુ હતુ. શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં પૂ. રણછોડદાસજી મહારાજ પ્રા. શાળા ખાતે યોજાયેલ આ સમારોહમાં બ્રહ્માકુમારી રેખાદીદીએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સાથો સાથ આ તકે સેવાભાવી તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરાયુ હતુ. મહેમાનોનું બુકેથી સ્વાગત કરાયા બાદ શબ્દોથી સ્વાગત શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડે કર્યુ હતુ. સન્માનના પ્રતિભાવમાં અરવિંદભાઇ રૈયાણીએ પ્રાસંગીક વકતવ્ય આપી સંસ્થાની સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રસંશા કરી હતી. કાર્યક્રમનું  સંચાલન હરેશભાઇ રાવલે કરેલ. આ તકે પાવર જીમ અને યુનિવર્સલ સ્પોર્ટસ એકેડમીના બાળકોએ કરાટેનો કાર્યક્રમ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

(3:36 pm IST)