Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજસ્થાનમાં થયેલ બે કરોડની ચોરીનો ભેદ ખૂલ્યો : મૂળ જોડીયાના જયેશ સેજપાલને ઝડપી લેતા કબૂલાત

ફાઇવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમાં રોકાણ કરતો જે તે રૂમમાં ઘૂસી ચોરી કરી લેતો

રાજકોટ,તા.૩ : જયપુર (રાજસ્થાન)માં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી કરોડોની કિમતની ઘરફોડ ચોરીના રીઢા આંતરરાજ્ય ગેંગના આરોપીને ૨ કરોડની કિંમતના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા છે. ઉંદયપુર અને જયપુર પોલીસ સ્ટેશનના બે ગુન્હા ડિટેકટ કરવામાં પોલીસને સફળતા મળી છે. ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉંઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.
ડીસીબીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચની ટીમના જવાન પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે દિલ્હી ગેટ પાસેથી શકમંદ આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (લોહાણા) (રહે બીર પદમાવતી એપાર્ટમેન્ટ મુક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ મુળગામ-જોડીયાને પકડી પાડવામાં આવ્યો હતો.
જેની પાસેથી ૨ કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ મળી આવ્યા હતાં. પૂછપરછમાં ઘરેણાં રાજસ્થાનની ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આરોપીને જયપુર પોલીસને સોપવા તજવીજ શરૂ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચએ જયપુર પોલીસની બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફેશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉંભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી. રીસેપ્શન કાઉંન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રૂમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉંન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે ચોરી કરવાની ટેવ ધરાવે છે.

 

(11:27 am IST)