Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વી-કેન ગ્રુપ દ્વારા સાનિધ્ય લેડીઝ કલબનો પ્રારંભ

વર્ષમાં નાટક, મ્યુઝીકલ શો, પીકનીક, સ્નેહ મિલન સહીતના કાર્યક્રમો અપાશે

રાજકોટ તા. ૩ : બહેનોને મનોરંજન મળે તેવા હેતુથી વી-કેન ગ્રુપ દ્વારા 'સાનિધ્ય લેડીઝ કલબ'નો પ્રારંભ કરવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાનિધ્ય લેડીઝ કલબના બહેનોએ જણાવ્યુ હતુ કે આ કલબ દ્વારા વર્ષ દરમિયાન નાટક, મ્યુઝીકલ શો, હાસ્ય દરબાર, પીકનીક, સ્નેહ મિલન સહીત ૧૦ કાર્યક્રમો આર.ડી. ગ્રુપના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ માટે વર્ષ ૨૦૨૨ ની વાર્ષિક મેમ્બરશીપ શરૂ કરાઇ છે. રૂ.૯૦૦ થી ૧૮૦૦ સુધી અલગ અલગ ચાર કેટેગરી રાખવામાં આવી છે.

મનોરંજક કાર્યક્રમો આપવાની સાથે બહેનો સ્વરક્ષણ માટે સજાગ બને તે માટે તાલીમ આપવા પણ આ કલબ આયોજન વિચારી રહી છે.

સંસ્થામાં જોડાવા કે વધુ માહીતી માટે સાનિધ્ય લેડીઝ કલબના કાર્યાલય શિવાની ડેકોરેશન, ૧૪-દિવાનપરા, જુની ખડપીઠ ખાતે રૂબરૂ અથવા મો.૯૯૨૫૫ ૧૦૧૦૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયોતિબેન પોપટ (પ્રોજેકટ ચેર પર્સન), ડો. પીનાબેન કોટક (પ્રમુખ), ડો. તૃપ્તિ એસ. રાજા (ઉપ પ્રમુખ), અનિતાબેન ચાંગાણી (સેક્રેટરી), કમીટી મેમ્બર જયશ્રીબેન ભુપતાણી, રીટાબેન સેજપાલ, ભાવીકા ગણાત્રા, પ્રફુલ્લાબેન પરમાર, ઉષાબેન સોનેજી, સીમાબેન અગ્રવાલ, જાગૃતીબેન ખીમાણી, દીપાબેન કાચા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:45 pm IST)