Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સોમવારે યોગ સંવાદ - સ્નેહ મિલન સમારોહ

ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીષુપાલજી મોડાસાવાળાની ઉપસ્થિતિમાં રાજકોટમાં

રાજકોટ તા. ૩ : યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધે તે હેતુથી સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ યોગ બોર્ડના ચેરમેન શીષુપાલજી મોડાસાવાળાની ઉપસ્થિતિમાં રાજકોટમાં તા. ૬ ના સોમવારે યોગ સંવાદ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે દરેક નાગરિકને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવન મળે તે માટે યોગ આવશ્યક છે. વધુને વધુ લોકો યોગ તરફ વળે તેવા આશયથી યોગ બોર્ડના માધ્યમથી રાજકોટ ખાતે આ યોગ સંવાદ અને સ્નેહ મિલન યોજેલ છે. સાથો સાથ આર્ય સંસ્કૃતિની પરંપરાનુસાર યજ્ઞ પણ રાખેલ છે. આમ યોગ અને યજ્ઞનો સમન્વય થશે.

તા. ૬ ના સોમવારે બપોરે ૩ થી ૭ સુધી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલની બાજુમાં યોજાયેલ આ યોગ સંવાદમાં યોગ કોચ પારૂલ દેસાઇ (મો.૯૪૨૯૫ ૦૨૧૮૦), જગદેવસિંહ જાડેજા (મો.૯૬૩૮૩ ૧૬૦૧૬), મીતા તેરૈયા, હર્ષદભાઇ યાજ્ઞીક (મો.૭૪૦૫૯ ૧૨૬૬૦), પ્રકાશભાઇ ટીપરે યોગની તાલીમ વિષે છણાવટ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવા ૫૧ હજાર યોગ કેન્દ્રો શરૂ કરાયા છે. ૭૦૦ થી વધુ ટ્રેનરો સેવા આપી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા ખાતે વિગતો વર્ણવતા નટવરસિંહ ચૌહાણ, હર્ષદભાઇ યાજ્ઞીક અને યોગા શિક્ષકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:51 pm IST)