Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગ્રામ પંચાયત ચૂંટણી : કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ૪ દિવસમાં કુલ ૨૮૦૯ ફોર્મ ભરાયા

આજે પણ ફોર્મ ભરવા ભારે ધસારો : કાલે તો મોડે સુધી ફોર્મ કાર્યવાહી થશે : સરપંચ માટે કુલ ૧૧ તાલુકામાં ૫૮૯ તો સભ્ય માટે ૨૨૨૦ ફોર્મ આવ્યા

રાજકોટ તા. ૩ : રાજકોટ શહેર - જિલ્લાની ૫૪૧ ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે હાલ ફોર્મ ભરાઇ રહ્યા છે, આજે ફોર્મ ભરવા ભારે ધસારો છે, કાલે છેલ્લો દિવસ છે, આ ધસારો ડબો થશે, પરીણામે મોડી સાંજ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ રહે તેવી શકયતા છે.  કલેકટર કચેરીના ચૂંટણી શાખાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તા. ૨૯ થી તા. ૨ સુધીમાં ૪ દિવસમાં સરપંચ - સભ્યના થઇને કુલ ૨૮૦૯ ફોર્મ ભરાયા છે. જેમાં સરપંચ માટે ૫૮૯ અને સભ્ય માટે ૨૨૨૦ ફોર્મ આવ્યા છે, હજુ આજે અને કાલે વધશે, ફાઇનલ ભરાયેલ આંકડો શનિવારે રાત્રે જાહેર થશે, આ પછી ચકાસણી થશે અને ૭મીએ કુલ કેટલા ઉમેદવારો તે ચિત્ર ફાઇનલ થશે.

(3:36 pm IST)