Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બાલભવનના ગેટ પાસેના સર્કલમાં શહીદ સ્મારક બનાવવા રજુઆત

રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમીતી દ્વારા મ્યુ.કમિશ્નર અમિત અરોરા તથા ડે. મેયર દર્શિતાબેન શાહને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા., ૩: શહેરના કિશાનપરા ચોક પાસે આવેલ બાલભવનના ગેટ પાસેના સર્કલમાં શહીદ સ્મારક બનાવા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમીતી દ્વારા મ્યુ. કમિશ્નર અમિત અરોરા તથા ડે. મેયર ડો.દર્શિતાબેન શાહને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ અંગે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, કિશાનપરા ચોક પાસે આવેલ બાલભવનના ગેટ પાસે  સર્કલ ખાલી પડેલ છે ત્યાં શહીદ સ્મારક અમર જવાન બનાવવામાં આવે. કારણ કે રાજકોટમાં કોઇ એવી જગ્યા નથી જયાં સૈનિકો માટે કોઇ કાર્યક્રમ થઇ શકે. આ સર્કલ પર સૈનિકો માટે થતાં કાર્યક્રમોમાં રાજકોટની જાહેર જનતા પણ ભાગ લઇ શકે અને સૈનિકોને શ્રધ્ધાંજલી પાઠવી શકે. આ જગ્યા રોડથી અંદર આવેલ હોવાથી કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકને પણ કોઇ અડચણ ના થઇ શકે. આ અંગે તાકીદે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(4:26 pm IST)