Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મનપામાં ઇજનેર કક્ષાની ૨૩ જગ્યા ભરવા કાર્યવાહી

નાયબ કાર્યપાલક ઇજનેર(સિવીલ)ની ૨, આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવીલ)ની ૧૧,આસીસ્ટન્ટ એન્જીનીયર (મીકેનીકલ)ની ૩ તથા એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવીલ)ની ૭ જગ્યા માટે ૧૭ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ

રાજકોટ તા. ૩ : સરકારી નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં જાણે ભરતીની મોસમ ખીલી છે. તાજેતરમાં જુ.કલાર્કની ૧૨૨ જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધર્યા બાદ સેનેટરી સબ ઇન્સ્પેકટરની, આસીસ્ટન્ટ મેનેજરની, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની, વોર્ડ ઓફિસર તથા ટેકસ ઓફિસર સહિત કુલ ૨૭ ખાલી જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધર્યા બાદ હવે મનપામાં ઇજનેર કક્ષાની વિવિધ ૨૩ ખાલી જગ્યા ભરવા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મનપામાં નાયબ કાર્યપાલક ઇજનર(સિવીલ)ની ૨, આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવીલ)ની ૧૧, આસીસ્ટન્ટ એન્જીનીયર (મીકેનીકલ)ની ૩ તથા એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવીલ)ની ૭ જગ્યા માટે ૧૭ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.

વિવિધ કેટેગરીમાં શૈક્ષણિક  લાયકાત અને અનુભવધરાવતા ઉમેદવારોએ ૧૭ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.

(4:32 pm IST)