Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

નવાગામમાં પતિ સાથે ચડભડ થતાં સોનલબેન પરમારે એસિડ પીધું

રાજકોટ તા. ૩: નવાગામમાં રહેતી સોનલબેન રણજીત પરમાર (ઉ.૨૫) એસિડ પી જતાં સિવિલમાં સારવાર અપાવી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. સોનલબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ  ચુનાની એજન્‍સીમાં કામ કરે છે. પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ થતાં તેણીએ આ પગલુ ભરી લીધાનું ખુલ્‍યું હતું.

(11:31 am IST)