Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ફિલ્‍મ ‘ધમણ'માં મેજર તરીકેની ભુમિકામાં રાજકોટના હિતેષ વ્‍યાસ

રાજકોટ તા. ૩ : લશ્‍કરના વિષય પર બનેલ ગુજરાતી ફિલમ ‘ધમણ' માં રાજકોટના હિતેષ વ્‍યાસે પણ મેજરની ભુમિકા નિભાવી છે. મેજર શક્‍તિસિંહના પાત્રમાં છે. તેઓએ જણાવ્‍યુ છે કે શોભનાબેન બોદર નિર્મિત આ ફિલ્‍મના ડીરેકટર રાજન વર્મા છે. આતંકવાદ સામે લડતા એક જવાન સાથેની લવસ્‍ટોરી આધારીત કથા છે. જેમાં મુખ્‍ય રોલ આર્જવ ત્રિવેદી (અમદાવાદ) ફેઇમ છેલ્લો દિવસ નિભાવી રહેલ છે. તેમજ અનંગ દેસાઇ અને ભાવિની જાની પણ છે.

ઉલ્લેખનીય છે કે હિતેષ વ્‍યાસ પણ  વર્ષોથી હિન્‍દી ફિલ્‍મો અને સીરીયલોમાં કામ કરતા આવ્‍યા છે. ર ડીસેમ્‍બરથી રીલીઝ થયેલ આ ફિલ્‍મ રાજકોટમાં આર.વર્લ્‍ડ, રાજશ્રી, કોસ્‍મો પ્‍લેકસમાં લાગી ચુકી છે. કલાપ્રેમીઓએ અચુક ફિલ્‍મ નિહાળવા હિતેષ વ્‍યાસ (મો.૯૮૨૪૦ ૪૯૫૫૧) એ અનુરોધ કર્યો છે. 

(3:26 pm IST)