Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આપને ગમતુ પુસ્‍તક વાંચવા કાલે આવો, ઘરે પણ લઇ જઇ શકશો

સાહિત્‍ય સેતુ દ્વારા પુસ્‍તક પરબનો ૧પમો મણકો

રાજકોટ તા. ૩: દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્‍ય પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે રસિકભાઇ મહેતા પુસ્‍તક પરબ ચાલે છે. પુસ્‍તક પરબમા વાંચનપ્રેમીઓ માટે વિવિધ વિષયને આવરી લેતા પુસ્‍તકો ખુલ્લા મુકવામાં આવે છે. જેમાં વાંચકો પોતાને મનગમતા પુસ્‍તકો કોઇ પ્રકારની ડીપોઝીટ, લવાજમ કે સભ્‍ય ફી વિના લઇ જઇ શકે છે. શહેરના સાહિત્‍ય પ્રેમીઓ અને પુસ્‍તક પ્રેમીઓને પુસ્‍તક પરબની મુલાકાતે આવવા નિમંત્રણ છે. પુસ્‍તક પરબનો ૧પ મો મણકો કાલે  તારીખ ૪ રવિવારે સવારના ૧૦ થી ૧ વાગ્‍યા સુધી કાલાવડ રોડ પર નૂતનનગર હોલ પાસે આવેલ શ્રી કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં રાખેલ છે. પુસ્‍તક પરબ અંગે વિશેષ માહિતી માટે અનુપમ દોશી મો. ૯૪ર૮ર ૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવ્‍યું છે.

(4:09 pm IST)